“હારુન પ્રાયશ્ચિત કરવા માંટે પરમ પવિત્ર સ્થાનમાં દાખલ થાય ત્યારથી તે પાછો આવે ત્યાં સુધી કોઈને મુલાકાતમંડપમાં રહેવા ન દેવો. પોતાના માંટે, પોતાના પરિવારને માંટે તેમજ સમગ્ર ઇસ્રાએલી સમાંજ માંટે પ્રાયશ્ચિત વિધિ પતાવ્યા બાદ
Cross references
તારી સાથે કોઈએ ઉપર આવવાનું નથી. એટલું જ નહિ, પર્વત ઉપર કોઈ માંણસ નજરે પણ ચઢવો જોઈએ નહિ, અથવા તે પર્વતની આસપાસ ઘેટાંબકરાં કે ઢોરઢાંખર પણ ચરતાં હોવા જોઈએ નહિ.”
પરંતુ તેણે અઝાઝેલ માંટે પોતે પસંદ કરેલા બીજા બકરાને લાવવો અને તેને જીવતો યહોવાની સમક્ષ મૂકવો, પછી તેની પ્રાયશ્ચિતવિધિ કરીને તેને બીજા લોકોના પાપોને ધરનાર તરીકે અઝાઝેલ પાસે અરણ્યમાં મોકલવો.
તેનો અલ્કાનાહનો પુત્ર, તેનો યરોહામનો પુત્ર, તેનો અલીએલનો પુત્ર, તેનો તોઆહનો પુત્ર,
આપણે રસ્તો ભૂલી ગયા છીએ, અને ઘેટાંની જેમ રઝળી ગયા છે. પણ યહોવાએ આપણા બધાનો દોષ તેને માથે નાખ્યો છે.
“તમારા લોકો માટે અને તમારી નગરી માટે સિત્તેર અઠવાડિયાં નક્કી થયાં છે, જેમાં દુષ્કૃત્યો બંધ કરવાના છે, પાપનો અંત લાવવાનો છે, અપરાધોની સજા ભોગવવાની છે. અને સૌથી પવિત્રને સમપિર્ત થવાનું છે.
તે સમયે મંદિર બહાર પ્રાર્થના માટે ઘણા લોકો ભેગા થયા હતા. જ્યારે ધૂપ સળગાવવામાં આવતો હતો ત્યારે તેઓ પ્રાર્થના કરતા હતા.
માત્ર ઈસુ એકલો જ લોકોનું તારણ કરી શકે તેમ છે. દુનિયામાં તેના એકલાના નામમાં જ આ સાર્મથ્ય છે. જે લોકોનું તારણ કરવા માટે આપવામાં આવેલ છે. ઈસુના વડે આપણું તારણ થવું જોઈએ!”
દેવ તો માત્ર એક જ છે. અને લોકો દેવ સુધી પહોંચે એ માટે પણ એક જ મધ્યસ્થ છે. તે મધ્યસ્થ ઈસુ ખ્રિસ્ત છે જે એક માનવ પણ છે.
તે તેના ગૌરવનું તેજ તથા દેવની પ્રકૃતિના આબેહૂબ પ્રતિમા છે. તે પ્રત્યેક વસ્તુઓને પોતાના પરાક્રમી શબ્દો સાથે નિભાવી રાખે છે. પુત્રએ લોકોના પાપોનું શુદ્ધિકરણ કર્યું પછી તે મહાન દેવની જમણી બાજુએ આકાશમાં ઉચ્ચસ્થાને બિરાજમાન છે.
પણ બીજા ઓરડામાં ફક્ત પ્રમુખયાજક જ જઇ શકતો, તે પણ વર્ષમાં એક જ વખત જતો, તે પોતાની સાથે લોહી લીધા વગર કદી તે ઓરડામાં પ્રવેશતો નહિ. પ્રમુખયાજક તે રક્ત લઈને પોતાના અને લોકો દ્ધારા અજાણથી પણ પાપકર્મ થયું હોય તેના માટે અર્પણ કરતો.
વધસ્તંભ પર ખ્રિસ્તે તેના શરીરમા આપણાં પાપ લીધા. તેણે આમ કર્યુ કે જેથી આપણે પાપી જીવન જીવવાનુ છોડી જે યર્થાથ છે તેને માટે જીવીએ. તેના ઘાઓથી તમે સાજા થયાં.
ખ્રિસ્ત પોતે તમારા માટે મરણ પામ્યો. અને મરણ તે તમારા પાપની એક ચૂકવણી હતી. તે ગુનેગાર નહોતો. પણ ગુનેગાર લોકો માટે તે મરણ પામ્યો. તમને બધાને દેવની નજીક લાવવા તેણે આમ કર્યુ તેનું શરીર મરણ પામ્યું, પરંતુ આત્મા દ્ધારા તે સજીવન થયો.