Home Bibles ☰ Books લેવીય 15:25 · ગુજરાતી બાઇબલ
લેવીય 15:25 · ગુજરાતી બાઇબલ

“જો કોઈ સ્ત્રીને ઋતુકાળ સિવાય ઘણા દિવસો સુધી રક્તસ્રાવ થાય અથવા તેના ઋતુકાળ ઉપરાંત લાંબા સમય સુધી તેનો અટકાવ ચાલુ રહે, તો જયાં સુધી અટકાવ આવે ત્યાં સુધી તે ઋતુકાળની જેમ અશુદ્ધ ગણાય.

Cross references

લેવીય 15:19

“સ્ત્રી માંસિક ઋતુમાં હોય તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય અને તે દિવસો દરમ્યાન જે કોઈ તેને સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

માથ્થી 9:20

એક સ્ત્રી હતી, જે છેલ્લા બાર વર્ષથી લોહીવાના રોગથી પીડાતી હતી તેણે પાછળથી આવીને ઈસુના ઝભ્ભાની નીચલી કોરને સ્પર્શ કર્યો.

માર્ક 5:25

લોકો મધ્યે એક સ્ત્રી હતી. આ સ્ત્રીને છેલ્લા બાર વર્ષોથી લોહીવા હતો.

માર્ક 7:20

અને ઈસુએ કહ્યું, ‘જે વસ્તુઓ વ્યક્તિઓમાંથી આવે છે તે જ તે વ્યક્તિને વટાળે છે.

લૂક 8:43

ત્યાં એક સ્ત્રીહતી જેને બાર વર્ષથી લોહીવા હતો. પોતાની પાસે જે કઈ હતું તે બધું જ ખર્ય્યુ. પણ કોઈ વૈદ તેને સાજી કરી શક્યો ન હતો.

Interlinear

Choose Theme