Home Bibles લેવીય 15:16 · ગુજરાતી બાઇબલ
લેવીય 15:16 · ગુજરાતી બાઇબલ

“જો કોઈ પુરુષને વીર્યસ્રાવ થાય, તે તેણે આખા શરીર પર પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.

Cross references

લેવીય 15:5

તેથી જે કોઈ વ્યક્તિ તે માંણસની પથારીને સ્પર્શ કરે તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ રહેશે.

લેવીય 22:4

“હારુનના વંશના જે કોઈને કોઢ થયો હોય અથવા સ્રાવ થતો હોય; તેણે શુદ્ધ થતાં સુધી પવિત્ર અર્પણમાંથી કશું ખાવું નહિ, જો યાજક મૃતદેહને અડે અથવા યાજકને વીર્ય સ્રાવ થયો હોય.

પુનર્નિયમ 23:10

જો તમાંરામાંથી કોઈ વ્યકિત રાત્રે વીર્યપાત થવાથી અશુદ્વ થયો હોય તો તેણે છાવણીમાંથી બહાર ચાલ્યા જવું અને સાંજ સુધી અંદર પાછા ન ફરવું.

પુનર્નિયમ 23:11

સાંજે સૂર્યાસ્ત પછી તેણે સ્નાન કરવું અને તે પછી છાવણીમાં પાછા આવવું.

પુનર્નિયમ 23:12

“કુદરતી હાજત માંટેનો વિસ્તાર છાવણીની બહાર હોવો જોઈએ.

2 કરિંથીઓને 7:1

1 પ્રિય મિત્રો, દેવ તરફથી આપણને આ વચનો મળ્યાં છે. તેથી આપણે આપણી જાતને નિર્મળ બનાવવી જોઈએ-કોઈ પણ વસ્તુ જે શરીર કે આત્માને મલિન બનાવે, આપણે તેનાથી મુક્ત જીવન પદ્ધતિમાં યથાર્થ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે આપણે દેવનો આદર કરીએ છીએ.

1 પિતરનો પત્ર 2:11

પ્રિય મિત્રો, આ દુનિયામાં તમે અજાણ્યા પરદેશી અને પ્રવાસી જેવા છો. તેથી હું તમને વિનંતી કરું છું કે તમારું શરીર જે ઈચ્છે છે તે વિષયોથી દૂર રહો. તે વસ્તુઓ તમારા આત્માની વિરૂદ્ધ લડે છે.

1 યોહાનનો પત્ર 1:7

દેવ પ્રકાશમાં છે. આપણે પણ પ્રકાશમાં જીવવું જોઈએ, જો આપણે પ્રકાશમાં જીવીએ તો, પછી આપણે એકબીજાની સાથે સંગતંમાં છીએ. અને જ્યારે આપણે પ્રકાશમાં જીવીએ છીએ, તો તેના પુત્ર ઈસુનું રકત આપણને સધળાં પાપમાંથી શુદ્ધ કરે છે.

Interlinear

Choose Theme