Cross references
પછી એ ઝીણી રજની જેમ આખા મિસર દેશમાં ફેલાઈ જશે. અને તેનાથી સમગ્ર મિસરના માંણસો અને ઢોરોને ગૂમડાં થશે અને ત ફાટીને ધારાં બની જશે.”
યહોવાએ કહ્યું, “તમે લોકો તમાંરા દેવની યહોવાની વાણી ધ્યાનપૂર્વક સાંભળશો, અને તેની નજરમાં જે સારું હોય તે કરશો. અને તેની આજ્ઞાઓ માંથે ચઢાવશો. અને માંરા બધા કાનૂનોનું પાલન કરશો તો મેં મિસરીઓ ઉપર જે રોગો મોકલ્યા હતા તેમાંનો કોઈ તમાંરા ઉપર મોકલીશ નહિ. કારણ કે હું યહોવા તમાંરા રોગોનો કરનાર છું. તમને સાજા હરનાર છું.”
તો યાજકે તે ચાંઠાની તપાસ કરવી જોઈએ. જો ચાઠાનાં વાળ સફેદ થઈ ગયા હોય અને રોગ ચામડીની નીચેના ભાગ સુધી ફેલાઈ ગયો હોય, તો દાઝવાના ધામાંથી કોઢ ફેલાયો છે અને યાજકે તે વ્યક્તિને એક અશુદ્ધ કોઢી જાહેર કરવો.
યશાયાએ કહ્યું, “અંજીરની પોટીસ લાવીને તેના ગૂંમડા પર લગાવો અને રાજા સાજો થઈ જશે.”
પછી યહોવા પાસેથી શેતાન ચાલ્યો ગયો, તેણે અયૂબને તેના પગના તળિયાથી તે તેના માથા સુધી દુ:ખદાયક ગૂંમડાથી ભરી દીધો.
તમારા ગુસ્સાને લીધે મારું શરીર જરાપણ તંદુરસ્ત નથી. મારા પાપોને લીધે અને તમારી શિક્ષાને લીધે મારા બધા હાડકાઁઓ ઇજા પામ્યા છે.
યશાયાએ કહ્યું હતું, “અંજીરીમાંથી લેપ બનાવી તેના ગૂમડા પર લગાવો, એટલે તે સાજો થશે.”