Home Bibles લેવીય 10:7 · ગુજરાતી બાઇબલ
લેવીય 10:7 · ગુજરાતી બાઇબલ

પણ તમે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળથી ખસસો નહિ. નહિ તો મૃત્યુ દંડ તમાંરા પર આવશે. કારણ, યહોવાના તેલથી તમાંરો અભિષેક કરવામાં આવેલો છે.” તેમણે મૂસાનાં કહ્યાં પ્રમાંણે કર્યું.

Cross references

નિર્ગમન 28:41

હારુન અને તેના પુત્રોને આ પોષાક પહેરાવ અને તેઓને સેવા માંટે અર્પણ કર. તેઓને માંથા ઉપર જૈતતેલનો અભિષેક કરીને યાજકપદ માંટે પવિત્ર કર. તેઓ માંરી યાજકો તરીકે સેવા કરશે.

નિર્ગમન 29:7

પછી અભિષેકનું તેલ લઈ તે તું તેના માંથા પર રેડી, તેનો અભિષેક કરજે.

નિર્ગમન 30:30

“ત્યાર પછી તારે હારુનને અને તેના પુત્રોને અભિષેક કરી માંરા યાજકો તરીકે દીક્ષા આપવી.

નિર્ગમન 40:13

ત્યારબાદ હારુનને પવિત્ર પોશાક પહેરાવજે અને તેનો અભિષેક કરજે, અને યાજક તરીકે માંરી સેવા કરવા માંટે તેને પવિત્ર કરજે.

લેવીય 8:12

ત્યારબાદ તેણે હારુનના માંથા પર અભિષેકનું તેલ રેડયું અને દીક્ષાવિધિ કર્યો.

લેવીય 8:30

ત્યારબાદ મૂસાએ થોડું અભિષેકનું તેલ અને થોડું વેદી પરનું લોહી લઈને હારુન અને તેનાં વસ્ત્રો પર તથા તેના પુત્રો અને તેમનાં વસ્ત્રો પર છાંટીને યહોવાના ઉપયોગ માંટે પવિત્ર કર્યા.

લેવીય 21:12

તેલથી અભિષિક્ત થઈને તે મને સમર્પિત થયેલ છે, એટલે તે ફરજ પર હાજર હોય ત્યારે પવિત્રસ્થાનની બહાર જાય નહિ તેમજ ત્યાં જવા માંટે માંરા મુલાકાતમંડપને છોડી તેણે તેને ભ્રષ્ટ કરવાનો નથી, કારણ હું યહોવા છું.

માથ્થી 8:21

ઈસુના શિષ્યોમાંના બીજા એકે આવી તેને કહ્યું કે, “હે પ્રભુ પહેલા મને જવા દે અને મારા પિતાને દફનાવવા દે. પછી હું તને અનુસરીશ.”

લૂક 9:60

પણ ઈસુએ તેને કહ્યું, “જે લોકો મરેલા છે તેઓને પોતાના મૃત્યુ પામેલાઓને દાટવા દે. તું જઇને દેવના રાજ્યની વાત પ્રગટ કર.”

પ્રેરિતોનાં ક્રત્યો 10:38

તમે નાસરેથના ઈસુ વિષે જાણો છો. દેવે તેને પવિત્ર આત્મા અને સાર્મથ્યથી અભિષિક્ત કરીને ખ્રિસ્ત બનાવ્યો. ઈસુ લોકોનું સારું કરવા બધે જ ગયો. ઈસુએ શેતાનથી પીડાતા લોકોને સાજા કર્યા. આ દર્શાવે છે કે ઈસુ સાથે દેવ હતો.

2 કરિંથીઓને 1:21

અને દેવ તે એક છે જે આપણને ખ્રિસ્ત થકી તમારી સાથે શક્તિશાળી બનાવે છે. દેવે આપણને તેના વિશિષ્ટ આશીર્વાદ આપ્યા છે.

Interlinear

Choose Theme