Home Bibles લેવીય 1:16 · ગુજરાતી બાઇબલ
લેવીય 1:16 · ગુજરાતી બાઇબલ

પછી યાજકે તેના પીછાં અને ગળા પાસેની કોથળી કાઢી નાખવી અને તેને વેદીની પૂર્વ બાજુએ રાખ નાખવાની જગા ઉપર ફેંકી દેવા.

Cross references

લેવીય 4:12

અને છાણ, છાવણીની બહાર પવિત્રસ્થાને લઈ જઈ ત્યાં રાખ નાખવાની જગ્યાએ લાકડાં સળગાવીને તેને બાળી મૂકવો.

લેવીય 6:3

અથવા કોઈની ખોવાયેલી વસ્તુ તેને જડી હોય, ને તેની ના પાડે, અથવા આવા કોઈ પણ પાપની બાબતમાં ખોટા સમ ખાય, અને એ રીતે યહોવાનો ગુનેગાર બને;

લેવીય 6:10

અને યાજક પોતાના અંદર અને બહાર શણનાં કપડાં પહેરે અને દહનાર્પણની રાખ સાફ કરે અને તેને વેદીની બાજુમાં ભેગી કરે.

લેવીય 16:27

“પછી પાપાર્થાર્પણ તરીકે ધરાવેલા વાછરડાને અને બકરાંને-જેમનું લોહી પ્રાયશ્ચિતવિધિ માંટે પવિત્ર સ્થાનમાં લઈ જવામાં આવ્યું હતું, તેમને છાવણી બહાર લઈ જવા અને ચામડાં, માંસ અને આંતરડાં સહિત બાળી નાખવાં.

લૂક 1:35

દૂતે મરિયમને ઉત્તર આપ્યો, “પવિત્ર આત્મા તારી પાસે આવશે અને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. જે બાળકનો જન્મ થશે તે પવિત્ર થશે. તે દેવનો દીકરો કહેવાશે.

હિબ્રૂઓને પત્ર 13:11

યહૂદી નિયમ પ્રમાણે પ્રમુખયાજક વધ કરેલાં પશુઓનું રક્ત પવિત્ર સ્થાનમાં લઈ તો જતાં હતા, પરંતુ પાપો માટે તે પશુઓના શરીર શહેર બહાર બાળી નાખવામાં આવતા.

1 પિતરનો પત્ર 1:2

દેવ બાપે ઘણા સમય પહેલા તેના પવિત્ર લોકો બનાવવા તમને પસંદ કર્યા હતા. તમને પવિત્ર કરવાનું કામ આત્માનું છે. દેવ ઈચ્છતો હતો કે તમે તેને આજ્ઞાંકિત બનો. અને ઈસુ ખ્રિસ્તના રક્ત દ્ધારા તમે શુદ્ધ બનો. તમારા પર કૃપા અને શાંતિ પુષ્કળ થાઓ.

Interlinear

Choose Theme