Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 5:19 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 5:19 · ગુજરાતી બાઇબલ

પણ, યહોવા, તમારું રાજ સર્વકાળ સુધી રહે છે. પેઢી-દરપેઢી રાજ્યાસન ચાલુ રહે છે.

Cross references

પુનર્નિયમ 33:27

સનાતન દેવ તમાંરો રક્ષક છે, તેના અનંત બાહુ તને ઝીલી લે છે. તેણે દુશ્મનોને તારી આગળથી હાકી કાઢયા છે, અને તને એમનો વિનાશ કરવાની આજ્ઞા કરી છે.

ગીતશાસ્ત્ર 9:7

પરંતુ યહોવા સદાકાળ રાજા તરીકે બિરાજે છે; અને તેમની રાજગાદી સદા ન્યાય કરવાં સ્થાયી છે.

ગીતશાસ્ત્ર 10:16

યહોવા સદાકાળનો રાજા છે. વિદેશી રાષ્ટોને તેના દેશમાંથી ભૂંસી નાખ્યા છે.

ગીતશાસ્ત્ર 29:10

યહોવા જળપ્રલય સમયે સત્તાસ્થાને ત્યાં બિરાજમાન થયા હતા; અને યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજમાન થનાર છે.

ગીતશાસ્ત્ર 45:6

હે દેવ, તમારૂં રાજ્યાસન સનાતન છે; અને તમારો રાજદંડ એ તમારૂં ન્યાયી શાસન છે.

ગીતશાસ્ત્ર 90:2

તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં અને પર્વતો ઉત્પન્ન થયા હતાં; તે પહેલાંથી તમે જ દેવ છો; તમારી શરૂઆત નથી કે અંત નથી.

ગીતશાસ્ત્ર 102:12

પરંતુ હે યહોવા, તમે સદાકાળ શાસન કરશો! પેઢી દર પેઢી સુધી તમે યાદ રહેશો.

ગીતશાસ્ત્ર 102:25

તમે યુગો પહેલાં પૃથ્વીનો પાયો નાખ્યો હતો અને તમારા હાથો વડે આકાશો રચ્યાં હતાં.

ગીતશાસ્ત્ર 145:13

કારણકે તમારા રાજ્યનો અંત કદી આવતો નથી; અને તમારું શાસન પેઢી દરપેઢી ચાલું રહે છે.

ગીતશાસ્ત્ર 146:10

યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન, તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે. યહોવાની સ્તુતિ થાઓ!

દારિયેલ 2:44

“એ રાજાઓના શાસન દરમ્યાન સ્વર્ગના રાજા દેવ કદી નાશ ન પામે તેવું રાજ્ય સ્થાપશે. જે રાજ્ય બીજી કોઇ પ્રજાના હાથમાં કદી જશે નહિ; તે બધા રાજ્યોનો ભાંગીને ભૂકો કરી નાખશે, પણ પોતે હંમેશને માટે અવિનાશી રહેશે.

દારિયેલ 7:14

“તેને શાસનની સત્તા, ગૌરવ અને રાજ્યાધિકાર સોંપવામાં આવ્યાં, જેથી બધી ભાષાના અને દેશોના લોકો તેનું આધિપત્ય સ્વીકારે. તેની શાસનની સત્તા શાશ્વત છે, તે કદી લોપ ન પામે; તેમ તેનો રાજ્યાધિકાર એવો છે જે કદી નાશ ન પામે.

દારિયેલ 7:27

આકાશ નીચેના બધાં રાજ્યોનો રાજ્યાધિકાર, શાસનની સત્તા, અને વૈભવ, પરાત્પરના પવિત્રોની પ્રજાને સોંપવામાં આવશે અને તેમનો રાજ્યાધિકાર કાયમી રાજ્યાધિકાર હશે અને બધાં જ રાજ્યો તેમનું આધિપત્ય સ્વીકારશે અને તેમની આજ્ઞામાં રહેશે.”

હબાક્કુક 1:12

“હે મારા દેવ યહોવા, મારા પરમ પવિત્ર દેવ, તું અનાદિ અને અમર છે. અમે માર્યા જવાના નથી, તમે શિક્ષાને માટે તેનું નિર્માણ કર્યું છે. અને હે મારા યહોવા, તમે શિખામણને માટે તેને સ્થાપ્યો છે.

Interlinear

Choose Theme