Home Bibles યર્મિયાનો વિલાપ 5:12 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 5:12 · ગુજરાતી બાઇબલ

અમારા આગેવાનોને તેમના હાથ વડે લટકાવી દેવામાં આવે છે, અને વડીલોને કોઇ માન આપતું નથી.

Cross references

યશાયા 47:6

કારણ કે બાબિલ, હું મારા ઇસ્રાએલી લોકો ઉપર રોષે ભરાયો હતો. તેં તેમનું અપમાન કર્યુ હતું, મેં તેમને તારા હાથમાં સોંપ્યા હતા. પરંતુ તેઁ તેમના પ્રત્યે દયા ન બતાવી, તેઁ વૃદ્ધો ઉપર પણ તારી ઝૂંસરીનો ભાર નાખ્યો.

ચર્મિયા 39:6

પછી બાબિલના રાજાએ સિદકિયાની નજર સામે તેના પુત્રોનો વધ કર્યો તથા બાબિલના રાજાએ યહૂદિયાના સર્વ રાજવી અધિકારીઓને પણ મારી નાખ્યા.

ચર્મિયા 52:10

બાબિલના રાજાએ રિબ્લાહ ખાતે સિદકિયાની નજર આગળ તેના પુત્રોને મારી નાખ્યા અને યહૂદિયાના બધા અમલદારોને પણ મારી નાખ્યાં.

ચર્મિયા 52:25

તદુપરાંત તે લશ્કરના વડા અમલદારને, રાજાના સાત સલાહકારોને બંધક બનાવીને લઇ ગયો, તે ઉપરાંત તે લહિયો જે સૈન્યમાં લોકોની ભરતી કરવા માટેનો મુખ્ય અધિકારી હતો તેને અને નગરના બીજા સાઠ મોભાદાર માણસોને પોતાની સાથે લઇ ગયો.

યર્મિયાનો વિલાપ 2:10

જુઓ, સિયોન નગરનાં આગેવાનો, ભૂમિ પર મૂંગે મોઢે બેઠા છે. તેમણે માથા પર ધૂળ નાખી છે. તેઓએ શોકનાં વસ્ત્ર પહેર્યા છે. અરે! સિયોનની કુમારિકાઓનાં માથાં, દુ:ખથી ભોંય સુધી નીચા નમી પડ્યાં છે!

યર્મિયાનો વિલાપ 2:20

આજુબાજુ જુઓ હે યહોવા! જો તું કોને દુ:ખી કરી રહ્યો છે? શું માતાઓ તેમના જ પોતાના બાળકોને ખાય? શું તારા યાજકો અને પ્રબોધકોને તારા જ પવિત્રસ્થાનમાં મારી નાંખવામાં આવે?

યર્મિયાનો વિલાપ 4:16

યહોવાએ જાતે જ તેમને વેરવિખેર કરી નાખ્યા. અને પછી તેમણે તેમના ભણી જોયું જ નહિ. તેમણે યાજકો પ્રત્યે આદર ન દાખવ્યો કે વડીલો પર જરાયે દયા ન રાખી.

Interlinear

Choose Theme