Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 3:45 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 3:45 · ગુજરાતી બાઇબલ

તમે અમને પ્રજાઓની વચમાં. કચરા અને ઉકરડા જેવા બનાવી મૂક્યા છે.

Cross references

પુનર્નિયમ 28:13

આજે હું તમને તમાંરા દેવ યહોવાની જે આજ્ઞાઓ જણાવું છું તેનું તમે નિષ્ઠાપૂર્વક પાલન કરશો તો યહોવા તમને આગળ રાખશે, પાછળ રાખશે નહિ, અને તમે હંમેશા ઉપર રહેશો નીચે નહિ.

પુનર્નિયમ 28:37

યહોવા તમને જે દેશોમાં મોકલશે ત્યાં તમને થતી ખરાબ ચીજોથી લોકોને આઘાત લાગશે. તેઓ તમાંરા પર હસશે અને તમાંરા વિષે ખરાબ બોલશે.

પુનર્નિયમ 28:44

તેઓ તમાંરા લેણદાર બનશે. તમે તે લોકોના લેણદાર નહિ બનો, તેઓ ઉપર રહેશે અને તમે નીચે રહેશો.’

યર્મિયાનો વિલાપ 2:15

હે યરૂશાલેમ નગરી, તને જોઇને જતાં લોકો તાળી પાડીને તારી હાંસી ઊડાવે છે; માથું ઘુણાવી ફિટકાર વરસાવે છે, “શું આ એ જ સુંદરતાની મૂર્તિ અને જગતની આનંદનગરી છે!”

યર્મિયાનો વિલાપ 3:14

હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું; અને તેઓ આખો દિવસ મને ચીડવતા ગીતો ગાય છે.

યર્મિયાનો વિલાપ 4:14

તેઓ શેરીએ શેરીએ આંધળાઓની જેમ ભટકયાં. તેઓ લોહીથી એવા તો લથબથ હતા કે કોઇ તેઓના વસ્ત્રોને અડકી શકતું નથી.

1 કરિંથીઓને 4:13

લોકો અમારા વિષે ખરાબ બોલે છે, પરંતુ અમે તેમને સારી બાબતો કહીએ છીએ. આ ક્ષણે પણ લોકો હજુ પણ અમારી સાથે એવો વર્તાવ કરે છે કે જાણે અમે જગતનો કચરો અને સમાજનો મેલ હોઈએ.

Interlinear

Choose Theme