Home Bibles યર્મિયાનો વિલાપ 3:41 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 3:41 · ગુજરાતી બાઇબલ

આપણે બે હાથ જોડીને સાચા હૃદયથી. સ્વર્ગમાં વસતા દેવને પ્રાર્થના કરીએ.

Cross references

અયૂબ 11:13

પણ તારે તારા હૃદયને માત્ર દેવની સેવા કરવા માટે જ તૈયાર કરવું જોઇએ અને તેની પ્રાર્થના કરવા તારે તારા હાથ તેની ભણી ઉપર કરવા જોઇએ.

ગીતશાસ્ત્ર 25:1

હે યહોવા, મારી જાતને તને સોપું છું.

ગીતશાસ્ત્ર 28:2

હે યહોવા, મદદ માટેની મારી બૂમો સાંભળો. તમારી પરમપવિત્રસ્થાન તરફ હું હાથ ઊંચા કરું છું; અને તમારી સહાય માટે ખરા મનથી પ્રાર્થના કરું છું.

ગીતશાસ્ત્ર 63:4

હું તમારી સ્તુતિ મૃત્યુપર્યંત કરીશ, ને હું બે હાથ જોડીને પ્રાર્થના કરીશ.

ગીતશાસ્ત્ર 86:4

હે યહોવા, તમારા સેવકને આનંદ આપો; હે પ્રભુ, હું મારું જીવન તારા હાથમાં સોંપુ છું.

ગીતશાસ્ત્ર 134:2

પવિત્રસ્થાન ભણી તમારા હાથ ઊંચા કરો અને યહોવાની સ્તુતિ કરો.

ગીતશાસ્ત્ર 141:2

મારી પ્રાર્થના તારી સંમુખ ધૂપ જેવી થાઓ, મારા ઊંચા થયેલા હાથો તે વેદી પરના સંધ્યાકાળના દહનાર્પણોની જેમ તમને સ્વીકાર્ય હો!

ગીતશાસ્ત્ર 143:6

હું મારા હાથ તમારા ભણી પ્રસારું છું; સૂકી ધરતીની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.

યશાયા 57:15

જે અનંતકાળથી ઉચ્ચ અને ઉન્નત છે, તેવા પવિત્ર દેવ આ પ્રમાણે કહે છે, “હું ઉન્નત અને પવિત્રસ્થાનમાં વસું છું, પણ જેઓ ભાંગી પડ્યા છે અને નમ્ર છે તેમની સાથે પણ હું રહું છું. નમ્ર લોકોમાં હું નવા પ્રાણ પૂરું છું અને ભાંગી પડેલાઓને ફરી બેઠા કરું છું.

1 થેસ્સલોનિકીઓને 2:8

અમે તમને બહુ પ્રેમ કર્યો. તેથી અમે દેવની સુવાર્તામાં તમારી સાથે સહભાગી થતા હતા તે એક આનંદ હતો એટલું જ નહિ; અમે અમારા જીવનની સાથે તમારા જીવનમાં સહભાગી તથા પ્રસન્ન થયા હતા.

Interlinear

Choose Theme