નિરંતર મારું ચિત્ત તેનો જ વિચાર કર્યા કરે છે; અને હું નાહિમ્મત થઇ જાઉં છું.
Cross references
હું યાદ કરું છું ત્યારે ગભરાઇ જાઉં છું. હું ભયથી જી ઊઠું છું.
હે મારા આત્મા, તું ઉદાસ કેમ થયો છે? તું આટલો અસ્વસ્થ અને વ્યાકુળ કેમ થયો છે? દેવની મદદ માટે રાહ જો! તેમની કૃપા અને મદદ માટે હું હજી પણ તેમની પ્રાર્થના કરીશ.
હે મારા આત્મા, શા માટે તું આટલો દુ:ખી છે? તું શા માટે આટલો અસ્વસ્થ અને વ્યાકુળ બની ગયો છે? દેવની મદદ માટે રાહ જો! જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે, તેનું હું હજી સ્તવન કરીશ.
હે મારા આત્મા, તું શા માટે આટલો બધો ઉદાસ છે? તું શા માટે બેચેન છે ? દેવની મદદની રાહ જો, જે મારા મુખનું તારણ તથા મારા દેવ છે હજી હું તેની કૃપા અને મદદ માટે પ્રાર્થના કરીશ.
અમો ધૂળમાં નીચે મ્હો રાખીને પડયાં છીએ અને અમારા પેટ જમીનમાં દબાઇ રહ્યાં છે.
હે યહોવા, મારા મન અને હૃદય ચિંતા અને પરેશાનીથી ભરાઇ ગયા હતાં. પરંતુ તમે મને દિલાસો આપ્યો અને મને સુખી બનાવ્યો.
યહોવા આંધળાને દેખતાઁ કરે છે; યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે, કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે.