Home Bibles યર્મિયાનો વિલાપ 3:2 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 3:2 · ગુજરાતી બાઇબલ

હું એ માણસ જેવો છું જેને અંધારા રસ્તા પર દીવા વગર ચાલવા માટે ફરજ પડાઇ છે.

Cross references

પુનર્નિયમ 28:29

જેથી તમે કોઈ આંધળો ધોળે દહાડે અંધારામાં ફાંફાં માંરે તેમ તમે ફાંફાં માંરશો છતાં તમને રસ્તો જડશે નહિ, સતત તમાંરું શોષણ થશે, તમે લૂંટાશો છતાં કોઈ તમને આવીને બચાવશે નહિ.

અયૂબ 18:18

પ્રકાશમાંથી તેને અંધકારમાં ધકેલી દેવામાં આવશે અને જગતમાંથી તેને હાંકી કાઢવામાં આવશે.

અયૂબ 30:26

તેમ છતાં મેં જ્યાં સારી વસ્તુની આશા રાખી હતી ત્યાં મને ખરાબ વસ્તુ મળી, જ્યાં મેં પ્રકાશની આશા રાખી હતી ત્યાં મને અંધકાર મળ્યો.

યશાયા 59:9

તેથી આપણને ન્યાય મળતો નથી, આપણી મુકિત હજી દૂર છે. અમે અજવાળાની આશા રાખીએ છીએ, પણ જુઓ અંધકારમાં; તેજ ઝંખીએ છીએ અને અંધકારમાં અટવાઇએ છીએ.

ચર્મિયા 4:23

મેં તેઓના દેશ પર ચારે દિશાઓમાં જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ષ્ટિ કરી. સર્વત્ર વિનાશ વેરાયેલો હતો. આકાશો પણ અંધકારમય હતા.

ચર્મિયા 13:16

અંધારું થાય તે પહેલાં અને સંધ્યાં સમયે પર્વત પરના પ્રવાસીની જેમ તમે ગબડી પડો તે પહેલાં તમારાં દેવ યહોવાને સન્માન આપો, અને તે અને તમે જે પ્રકાશની આશા રાખો છો તેને ધૂંધળા પડછાયા અને ગાઢ અંધકારમાં ફેરવી નાખે છે.

યર્મિયાનો વિલાપ 2:1

યહોવાએ ક્રોધે ભરાઇને સિયોન પર અંધકાર ફેલાવ્યો છે; તેણે આકાશમાંથી દુનિયા પર ઇસ્ત્રાએલના આકર્ષક ગૌરવને ટપકાવ્યો છે. જ્યારે તે ક્રોધે ભરાયો હતો ત્યારે તેના પાયાસનને પણ ભૂલી ગયો.

યર્મિયાનો વિલાપ 3:53

તેઓએ મને જીવતો ખાડામાં નાખ્યો છે અને તેમણે મારા પર પથ્થર ઢાંક્યો છે.

આમોસ 5:18

તમે કહેશો, “યહોવાનો દિવસ પાસે હોત તો કેવું સારું; દેવ સર્વ શત્રુઓથી અમારો બચાવ કરે. પણ તમને તે દિવસનો સ્પષ્ટ ખ્યાલ નથી. તે દિવસ પ્રકાશ અને સમૃદ્ધિ નહિ પરંતુ અંધકાર અને ન્યાય શાસન લાવશે.

યહૂદાનો પત્ર 1:6

અને દૂતોને પણ યાદ રાખો જેઓની પાસે અધિકાર હતો પણ તેઓએ તે રાખ્યો નહિ. તેઓએ તેઓનાં પોતાનાં રહેવાનાં સ્થાન છોડ્યાં. તેથી પ્રભુએ આ દૂતોને અંધકારમાં રાખ્યા છે. તેઓએ સનાતન બંધનની સાંકળે બાંધ્યા. તેણે તેઓને મોટા દિવસના ન્યાયીકરણ સુધી રાખ્યા છે.

યહૂદાનો પત્ર 1:13

તેઓ સમુદ્રમાં આવતાં જંગલી મોજા જેવા છે મોજાઓ ફીણ બનાવે છે. આ લોકો, મોજાંઓ જેમ ફીણ બનાવે છે તેમ આ લોકો શરમજનક કાર્યો કરે છે. આ લોકો તારાઓ જેવા છે જે ભટકનારા છે. આવા લોકો માટે ઘોર અંધકાર સર્વકાળ માટે રાખવામાં આવેલો છે.

Interlinear

Choose Theme