Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 3:12 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 3:12 · ગુજરાતી બાઇબલ

તેણે ધનુષ્ય પર બાણ ચઢાવ્યું છે અને તેને મારી સામે તાક્યું છે.

Cross references

અયૂબ 6:4

સર્વસમર્થ દેવે મને તેના બાણથી ભરી દીધો છે. તેમના વિષમય બાણથી મારો આત્મા વીંધાઇ ગયો છે. દેવના ભયાનક શસ્રો મારી સામે મૂકાયા છે.

અયૂબ 7:20

દેવ, તમે લોકો ઉપર ધ્યાન આપો, જો મે પાપ કર્યુ હોય, કાંઇ વાંધો નહિ, હું શું કરી શકું? તમે શા માટે મને તમારું નિશાન બનાવ્યો છે? જેથી હું બોજારૂપ થઇ ગયો છું?

અયૂબ 16:12

હું સુખચેનમાં હતો, ત્યારે તેણે મને કચડી નાખ્યો; હા, તેમણે મને ગરદનમાંથી પકડ્યો અને મારા ટૂકડેટૂકડા કરી નાખ્યા. દેવે મારો નિશાન તરીકે ઉપયોગ કર્યો.

ગીતશાસ્ત્ર 7:12

જો માણસ પાપનું પ્રાયશ્ચિત નહિ કરે, તો તે તેની તરવાર તીક્ષ્ણ કરશે. તેણે પોતાના ધનુષ્યને તાણીને સિદ્ધ કર્યુ છે.

ગીતશાસ્ત્ર 7:13

યહોવાએ તેને માટે ભયંકર હથિયાર સજ્જ કર્યા છે. અને પોતાના તીરોને અગ્નિથી સળગતાં કર્યા છે.

ગીતશાસ્ત્ર 38:2

તમારા બાણોએ મને વીંધી નાખ્યો છે; અને તમારા હાથે મને કચડી નાખ્યો છે.

યર્મિયાનો વિલાપ 2:4

અમને તેના દુશ્મનો સમજી તેણે અમારી વિરુદ્ધ ધનુષ્ય તાણ્યુ તે અમારી પર ત્રાટકવા પોતે જ તૈયાર થયો, ને સિયોનની બધી સોહામણી વ્યકિતઓનો તેણે સંહાર કર્યો, તેણે તેનો ક્રોધ અગ્નિની જેમ વરસાવ્યો.

Interlinear

Choose Theme