Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 3:10 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 3:10 · ગુજરાતી બાઇબલ

તે રીંછની જેમ મારી વાટ જોતો પડ્યો રહે છે, સિંહની જેમ મને પકડવા સંતાઇ રહે છે.

Cross references

અયૂબ 10:16

જો હું અભિમાની હોઉ તો તમે સિંહની જેમ મારી પાછળ છો અને ફરીથી તમે મારી સામે તમારી અદભૂત શકિત બતાવો છો.

ગીતશાસ્ત્ર 10:9

જેમ સિંહ ગુફામાં છુપાઇને ગુપ્ત જગામાં ભરાઇ રહે છે; અને જેમ શિકારી શિકારને ફસાવે છે તેમ તે ગરીબોને પોતાની જાળમાં ફસાવે છે.

ગીતશાસ્ત્ર 17:12

તેઓ સિંહની જેમ શિકારને ફાડી ખાવા આતુર છે. અને ત્રાટકવાની રાહ જોતા છુપાઇ ગયેલા સિંહના બચ્ચાના જેવા છે.

યશાયા 38:13

આખી રાત મેં કલ્પાંત કર્યુ છે; જાણે સિંહોએ ફાડી મારા ટૂકડા કર્યા હોય, સાંજ થાય ન થાય ત્યાં તો દેવ મારા જીવનનો અંત લાવશે.

હોશિયા 5:14

કારણ સિંહની જેમ હું એફ્રાઇમ અને યહૂદાના લોકો પર આક્રમણ કરીશ. હું મારી જાતે તેમને ટુકડાઓમાં ભાંગી નાખીશ અને દૂર ફેંકી દઇશ. હું તેઓને જ્યારે લઇ જઇશ ત્યારે તેઓની રક્ષા કોઇ કરી શકશે નહિ.

હોશિયા 6:1

લોકો કહે છે, “આવો આપણે પાછા યહોવા પાસે જઇએ. તેમણે આપણને ચીરી નાખ્યા છે, અને તે જ આપણને પાછા સાજા કરશે; તેણે આપણને ઘા કર્યા છે, અને તે જ આપણને પાટાપીંડી કરશે.

હોશિયા 13:7

એટલે હવે હું તમારા માટે સિંહ જેવો થઇશ, દીપડાની જેમ હું તમારા રસ્તાની બાજુમાં ટાંપીને બેસીશ.

આમોસ 5:18

તમે કહેશો, “યહોવાનો દિવસ પાસે હોત તો કેવું સારું; દેવ સર્વ શત્રુઓથી અમારો બચાવ કરે. પણ તમને તે દિવસનો સ્પષ્ટ ખ્યાલ નથી. તે દિવસ પ્રકાશ અને સમૃદ્ધિ નહિ પરંતુ અંધકાર અને ન્યાય શાસન લાવશે.

Interlinear

Choose Theme