હે સિયોનનગરી, તું સાદ ઊંચો કર; ને યહોવાને તારો આર્તનાદ સંભળાવ! તારી આંખે રાત દિવસ આંસુ વહે છે. વિસામો ન દે અને આંખને સુકાવા ન દે.
Cross references
તેઓ તમારા નિયમો પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધારા આંસુ વહે છે.
મેં ખરા હૃદયથી અરજ કરી છે, હે યહોવા, મને ઉત્તર આપ; હું તમારા નિયમોનું પાલન કરીશ.
હે યહોવા, તેઓના દુ:ખમાં તેઓએ તમારી શોધ કરી, જ્યારે તમે તેઓને શિક્ષા કરી ત્યારે તેઓએ તમને પ્રાર્થના કરી.
હું કોઇની પ્રસવવેદનાની ચીસ જેવી ચીસ સાંભળું છું. પ્રથમ બાળકને જન્મ આપતી વખતે પ્રસૂતિની વેદનાથી કષ્ટાતી સ્ત્રીના સાદ જેવો અવાજ મેં સાંભળ્યો છે. એ તો મારા લોકોનો અવાજ છે. તેઓ હાંફી ગયા છે તેઓ પોતાના હાથને ખેંચી રહ્યા છે અને રડે છે, “અમે ડૂબી ગયા છીએ, અમારો સંહાર કરી રહ્યા છે, તેની સામે અમે બેભાન થઇ રહ્યા છીએ.”
મારું માથું જળાશય હોય તો કેવું સારું! મારી આંખો આંસુના ઝરણાં હોય તો કેવું સારું! હું સદાકાળ ચિંતા કર્યા કરું; મારા લોકોની હત્યાઓ માટે હું રાત-દિવસ કલ્પાંત કર્યા કરું!
સૈન્યોનો દેવ યહોવા કહે છે, “પરિસ્થિતિઓનો વિચાર કરીને દુ:ખનાં ગીતો ગાનારીઓને બોલાવો. દુ:ખનાં ગીતો ગાવામાં જે પારંગત હોય તેને બોલાવો;
શું હજુ પણ તમે સાંભળવા ના પાડો છો? તો પછી તમારા અભિમાનને લીધે ભગ્ન થયેલું મારું અંત:કરણ એકાંતમાં શોક કરશે, મારી આંખોમાંથી આંસુઓની ધારાઓ વહેશે, કારણ કે યહોવાના લોકોને બંધનાવસ્થામાં લઇ જવામાં આવશે.”
યહોવાએ મને કહ્યું, “તારે લોકોની આગળ આ પ્રમાણે કહેવું; ‘મારી આંખોમાંથી દિનરાત અવિરત અશ્રુધારા વહ્યા કરો, કારણ, મારી પ્રજા દારૂણ આઘાતથી ઘવાઇને ઢળી પડી છે.
તે રાત્રે પોક મૂકી રડે છે, ને તેના ગાલે અશ્રુધારા વહે છે; આશ્વાસન આપનાર કોઇ રહ્યું નથી, તેણીના મિત્રોએ તેને છેતરી છે અને તેણી જેઓને ચાહે છે તેઓ તેના શત્રુ થયા છે.
“તેથી હું રડું છું.” અને તેથી મારી આંખો આંસુઓથી ભીંજાય છે. મારા જીવનમાં જીવ લાવનાર અને આશ્વાસન આપનાર કોઇ નથી, મારા સંતાનોનો નાશ થયો છે, કારણકે શત્રુઓએ તેમને હરાવ્યાં છે.”
તેણે સિયોનનગરીની દીવાલો તોડી પાડવાનો નિશ્ચય કર્યો છે, તેણે તેનુ માપ લીધું હતુ અને તેને તોડી પાડતાં થોભ્યો નહિ, તેણે કિલ્લાની અંદરની અને બહારની દીવાલોને તોડી પાડી. એક સાથે તે બધી નાશ થઇને પડી હતી.
મારા લોકોનો વિનાશ જોઇને મારી આંખોમાંથી આંસુની નદીઓ વહે છે.
તેઓ સાચા હૃદયથી મને પોકારતા નથી; તેઓ પથારીમાં પડ્યા પડ્યા ખેતીના પાક માટે રોદણાં રડે છે. અને પોતાના શરીર ઉપર પ્રહાર કરે છે, તેમ છતાં તેઓ મારી વિરૂદ્ધ બંડ કરે છે.
કારણકે દીવાલનો એકેક પથ્થર સુદ્ધાં તેની વિરૂદ્ધ પોકારી ઊઠશે અને લક્કડકામનો એકેએક ટુકડો સુદ્ધાં તેનો પડઘો પાડશે.