Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 1:20 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 1:20 · ગુજરાતી બાઇબલ

“હે યહોવા, હું ભારે દુ:ખમાં છું, જો મારું હૃદય મારી ઉપર ચઢી બેઠું છે, ને પેટ અમળાય છે; કારણકે, હું ખૂબ વિદ્રોહી હતો. રસ્તા પર તરવાર મારાં સંતાનોનો સંહાર કરે છે; ને મોત ઘરમાંય છે .”

Cross references

લેવીય 26:40

“પરંતુ કદાચ તેઓ પોતાનાં અને પોતાના પિતૃઓનાં પાપો કબૂલ કરશે, મને વિશ્વાસઘાત કરીને માંરી વિરુદ્ધ પડીને તેમણે જે પાપો કર્યા છે તે કબૂલ કરશે,

પુનર્નિયમ 32:25

ઘર બહાર તરવાર તેમને પૂરા કરશે, ને ઘરમાં ભયથી ફફડી મરશે; જુવાન સ્ત્રી-પુરુષ કે વૃદ્વો, વળી ધાવણાં બાળક પણ નહિ બચે.

1 રાજઓ 8:47

જ્યારે તેઓ તે દેશમાં છે જ્યાં તેઓને બંદી તરીકે લઇ જવાયા હતા, જો તેઓ પોતાના દુષ્કૃત્યો અને પાપો વિષે જાણે અને તમાંરી તરફ પાછા વળે અને પ્રાર્થના કરે કે, હે દેવ, અમે ખોટું કર્યુ છે! અમે પાપ કર્યુ છે;

અયૂબ 30:27

મારું અંતર ઉકળે છે. દુ:ખનો અંત આવતો નથી. અને પીડા હજી તો શરૂજ થઇ છે.

અયૂબ 33:27

તે માણસ પોતાના મિત્રની આગળ કબૂલ કરશે, ‘મેં પાપ કર્યુ હતું. મેં સારા ને ખરાબમાં બદલાવ્યુ હતું. પરંતુ દેવે હું જે સજાને પાત્ર હતો તે મને આપી નહિ.

ગીતશાસ્ત્ર 22:14

જેમ પાણી વહી જાય તેમ, મારી શકિત પણ ચાલી ગઇ છે. જેમ સાંધામાંથી હાડકાં ઢીલાઁ થઇ છૂટા પડી જાય છે, તેમ મારંુ હૃદય પણ મીણનાં જેવું પોચું થઇ મારાં આંતરડામાં ઓગળી ગયું છે.

ગીતશાસ્ત્ર 51:3

હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું, હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું.

નીતિવચનો 28:13

જે માણસ પોતાના અપરાધોને ઢાંકે છે, તેની આબાદી થશે નહિ, પણ જે કોઇ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.

યશાયા 16:11

આથી મારું હૃદય મોઆબને માટે વીણાની જેમ રણજણી ઊઠે છે, અને કીર-હેરેસથને માટે મારો અંતરાત્મા કકળે છે.

યશાયા 38:14

ટિટોડીની જેમ હું ટળવળું છું, હોલાની જેમ હું આક્રંદ કરું છું, મારી આંખ નભ તરફ જોઇ જોઇ થાકી ગઇ છે! હે યહોવા મારા માલિક, હું મુશ્કેલીમાં છું, તમે મને ઉગારી લેવાનું વચન આપો.”

ચર્મિયા 2:35

ને છતાં તું કહે છે, ‘દેવ રોષે ભરાય તેવું કોઇ કૃત્ય મેં કર્યું નથી. મને ખાતરી છે તે ગુસ્સે થયા નથી.’ તું કહે છે, ‘મેં પાપ નથી કર્યું’, માટે હું તને આકરી શિક્ષા કરીશ.

ચર્મિયા 3:13

ફકત તારો દોષ કબૂલ કર કારણ કે તેં, તારા યહોવા દેવ સામે બળવો કર્યો છે, પ્રત્યેક ઘટાદાર વૃક્ષ નીચે પારકા દેવોની મૂર્તિઓની તેં પૂર્ણહૃદયપૂર્વક ઉપાસના કરી છે. તેં મારો સાદ સાંભળ્યો નથી.”‘ આ યહોવાના વચન છે.

Interlinear

Choose Theme