Home Bibles ન્યાયાધીશો 9:49 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 9:49 · ગુજરાતી બાઇબલ

આથી પ્રત્યેક માંણસે એક એક ડાળી કાપીને લીધી, પછી તેમણે અબીમેલેખની પાછળ પાછળ જઈને ભોંયરામાં તેનો મોટો ઢગલો કર્યો અને તેને આગ ચાંપી, તેથી શખેમ ગઢના ભોયરાંમાં રહેલા લોકોમાંથી આશરે 1,000 સ્ત્રી-પુરુષો મૃત્યુ પામ્યાં.

Cross references

ન્યાયાધીશો 9:15

“એટલે કાંટાળા વૃક્ષે કહ્યું, ‘જો તમે મને ખરેખર તમાંરો રાજા બનાવવા માંગતા હો તો આવો અને માંરી છાયામાં આવીને બેસો, નહિ તો કાંટાળા ઝાડમાંથી આગ પ્રગટશે અને લબાનોનનાં દેવદારના વૃક્ષોને બાળી નાખશે.’

ન્યાયાધીશો 9:20

નહિ તો પછી અબીમેલેખમાંથી અગ્નિ પ્રગટો અને તે શખેમના અને મિલ્લોના લોકોને બાળી નાખે અને શખેમ તથા મિલ્લોના લોકોમાંથી અગ્નિ પ્રગટો અને તે અબીમેલેખને બાળી નાખે.”

ગલાતીઓને પત્ર 5:15

તમે એક બીજાને નુકસાન પહોંચાડવાનું અને એકબીજાને તોડી પાડવાનું ચાલુ રાખો છો; સાવધ રહો! તમે એકબીજાનો સંપૂર્ણ નાશ કરશો.

યાકૂબનો 3:16

જ્યાં અદેખાઇ તથા સ્વાર્થી મહત્વાકાંક્ષા છે, ત્યાં અવ્યવસ્થા તથા સર્વ પ્રકારની ભૂડાઇ પ્રવર્તતી રહેશે.

Interlinear

Choose Theme