Home Bibles ☰ Books ન્યાયાધીશો 9:43 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 9:43 · ગુજરાતી બાઇબલ

તેથી તેણે પોતાના માંણસોની ત્રણ ટુકડીઓ પાડીને તે ખેતરમાં તેમના માંટે રાહ જોતો રહ્યો. જ્યારે તેણે નગરમાંથી લોકોને બહાર આવતા જોયા ત્યારે આ સંતાઈ રહેલા માંણસો બહાર આવ્યા અને તેમના ઉપર હુમલો કરીને તેમને બધાને માંરી નાખ્યા.

Cross references

1 શમુએલ 11:11

બીજે દિવસે સવારે શાઉલે લશ્કરને ત્રણ ટુકડીમાં વહેંચી નાખ્યું. અને પરોઢ થતાં તેઓ દુશ્મનની છાવણીમાં ધસી ગયા અને બપોર થતાં સુધી આમ્મોનીઓની હત્યા કરી. જે લોકો બચી ગયા તેઓ એવા તો વેરવિખેર થઈ ગયા કે, બે જણ પણ ભેગા ન રહ્યા.

2 શમએલ 18:2

ત્યાર પછી તેણે સેનાને ત્રણ ભાગમાં વહેંચી નાખી, એક યોઆબના હાથ નીચે, બીજી યોઆબના ભાઈ અને સરૂયાના પુત્ર અબીશાયના હાથ નીચે અને ત્રીજી ગાથના ઇત્તાયના હાથ નીચે, પછી દાઉદે સેનાને ઉદૃેેશીને કહ્યું, “હું જાતે તમાંરી સાથે આવીશ.”

Interlinear

Choose Theme