ન્યાયાધીશો 9:3 · ગુજરાતી બાઇબલ
તેના માંમાંઓએ શખેમના નાગરિકો સાથે વાત કરી અને તેમને આ બધી વસ્તુઓ વિષે પૂછયું. તેઓએ અબીમેલેક અને તેનો પક્ષ લેવાનું નક્કી કર્યું. કારણ કે તેઓએ વિચાર્યુ કે, “અબીમેલેખની માં તેઓના નગરની વતની છે તેથી તે તેમના ભાઈ જેવો જ છે.”
Cross references
ઊત્પત્તિ 29:15
એક દિવસ લાબાને યાકૂબને કહ્યું, “તું અમાંરે ત્યાં મફતમાં કામ કરતો રહે તે શું યોગ્ય છે? તમે સંબંધી છો, ગુલામ નહિ, બોલો, હું તમને શી મજૂરી આપું?”
2 શમએલ 15:13
એક સંદેશવાહકે યરૂશાલેમમાં દાઉદને જઇને કહ્યું, “ઇસ્રાએલની પ્રજાએ આબ્શાલોમને અનુસરવાનું શરું કર્યુ છે.”
ગીતશાસ્ત્ર 10:3
ખરેખર દુષ્ટ લોકો તેમની દુષ્ટ ઇચ્છાઓનું અભિમાન કરે છે; લોભીઓને યહોવામાં વિશ્વાસ હોતો નથી, અને તેઓ તેમની નિંદા કરે છે.
નીતિવચનો 1:11
જો તેઓ તને કહે કે “અમારી સાથે ચાલ, કોઇની હત્યા કરવા માટે આપણે સંતાઇ રહીએ; અને જે નિદોર્ષ છે તેને ફસાવવા છુપાઇ રહીએ.