ત્યાર પછી અબીમેલેખ અને શખેમના લોકો વચ્ચે દેવે વેર થવા દીધું. તેથી શખેમના લોકોએ અબીમેલેખ સામે બળવો કર્યો.
Cross references
“એટલે કાંટાળા વૃક્ષે કહ્યું, ‘જો તમે મને ખરેખર તમાંરો રાજા બનાવવા માંગતા હો તો આવો અને માંરી છાયામાં આવીને બેસો, નહિ તો કાંટાળા ઝાડમાંથી આગ પ્રગટશે અને લબાનોનનાં દેવદારના વૃક્ષોને બાળી નાખશે.’
નહિ તો પછી અબીમેલેખમાંથી અગ્નિ પ્રગટો અને તે શખેમના અને મિલ્લોના લોકોને બાળી નાખે અને શખેમ તથા મિલ્લોના લોકોમાંથી અગ્નિ પ્રગટો અને તે અબીમેલેખને બાળી નાખે.”
હવે યહોવાનો આત્માં શાઉલ પાસેથી જતો રહ્યો હતો, અને યહોવાનો મોકલાયેલો કોઈ દુષ્ટ આત્માં તેને સતાવતો હતો.
શાઉલના સેવકોએ તેને કહ્યું, “સ્વામી, જોયું ને, દેવનો પ્રેર્યો કોઈ દુષ્ટ આત્માં આપને કેવો સતાવે છે?
તે દિવસથી શાઉલ રાજા દાઉદને ઇર્ષ્યાની દૃષ્ટિથી જોવા લાગ્યો.
આમ, રાજાએ લોકોની વાત પર ધ્યાન આપ્યું નહિ, યહોવાએ શીલોના પ્રબોધક અહિયા માંરફતે નબાટના પુત્ર યરોબઆમને જે સંદેશો મોકલાવ્યો હતો તે પૂરો કરવાનો હતો, તેથી રાજાએ તે પ્રમાંણે વર્તન કર્યુ હતું.
તેણે કહ્યું, ‘હું જઈને તેના બધા પ્રબોધકોના મોઢે જૂઠી ભવિષ્યવાણી ઉચ્ચારાવીશ.’ પછી યહોવાએ કહ્યું, ‘તું જરૂર તેને લલચાવવામાં સફળ થઈશ. જા, અને એ પ્રમાંણે કર.”‘
આમ, આપ જુઓ છો કે, “યહોવાએ તમાંરા બધા પ્રબોધકો પાસે જૂઠી ભવિષ્યવાણી કરાવડાવી છે, કારણ કે તેણે આપને માંથે આફત ઊતારવાનંુ નક્કી કર્યુ છે.”
આમ, રાજાએ લોકોની વાત પર ધ્યાન આપ્યું નહિ, યહોવાએ શીલોના અહિયા મારફતે નબાટના પુત્ર યરોબઆમે દેવ તરફથી જે ભવિષ્યકથન પ્રગટ કર્યું હતું તે પૂર્ણ કરવા દેવે તેમ થવા દીધું હતું.
યહોવાએ કહ્યું કે, ‘કોણ ઇસ્રાએલના રાજા આહાબને ફોસલાવીને રામોથ-ગિલયાદ લઇ જાય કે, ત્યાં તે માર્યો જાય?’ ત્યારે એકે આમ કહ્યું, ને બીજાએ તેમ કહ્યું.
તેણે કહ્યું, ‘હું જઇને તેના બધા પ્રબોધકોને મોઢે જૂઠી ભવિષ્યવાણી ઉચ્ચારાવીશ.’ યહોવા બોલ્યા, ‘તું જરૂર તેને લલચાવવામાં સફળ થશે. જા અને એ પ્રમાણે કર.’
દેવ કહે છે, “હું મિસરીઓને મિસરીઓ સામે ઉશ્કેરીશ, અને તેઓ અંદરોઅંદર લડશે, પડોશીની સામે પડોશી, શહેરની સામે શહેર અને રાજ્ય સામે રાજ્ય.
યહોવાએ તેમની બુદ્ધિને ભમાવી છે, અને જેમ પીધેલો માણસ ઊલટી કરતો લથડિયાં ખાય છે, તેમ તેઓએ મિસરને તેનાં તમામ કામોમાં ખોટે રસ્તે ચડાવ્યો છે.
અફસોસ છે તને! તું અલબત્ત, બીજાને લૂંટે છે, પણ તું લૂંટાયો નથી! તું દગાબાજી કરે છે ખરો, પણ તારી સાથે કોઇએ દગાબાજી કરી નથી! પણ જ્યારે તારી ખરાબીઓ પૂરી થશે, ત્યારે તું ખરેખર લૂંટાશે; જ્યારે તું તારી દગાબાજીનો અંત લાવીશ ત્યારે ખરેખર તારી સાથે દગાબાજી થશે.
તમે જે રીતે બીજાનો ન્યાય કરશો, તે જ રીતે તમારો પણ ન્યાય થશે તમે બીજાઓનો ન્યાય કરવા જે માપનો ઉપયોગ કરો છો, તે જ માપનો ઉપયોગ તમારા ચુકાદા માટે થશે.
જે રાજ્ય તેની પોતાની વિરૂદ્ધ લડે છે તે ચાલુ રહી શકતું નથી.
પરંતુ તે લોકોએ તો સત્યને ચાહવાનો અસ્વીકાર કર્યો, તેથી દેવે તેઓની તરફ તેઓને સત્યથી વેગળા દોરી જાય તેવું કઈક શક્તિશાળી મોકલ્યું છે. દેવ તેઓની તરફ તે તાકાત મોકલે છે જેથી કરીને જે સત્ય નથી તેનો જ તેઓ વિશ્વાસ કરે.