Home Bibles ☰ Books ન્યાયાધીશો 7:4 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 7:4 · ગુજરાતી બાઇબલ

પછી યહોવાએ ગિદિયોનને કહ્યં, “હજી પણ સંખ્યા મોટી છે. તમાંરું લશ્કર વિશાળ છે. તેઓને પાણીના ઝરા પાસે લાવ; ત્યાં હું નક્કી કરીશ કે તારા બદલે કોણ જશે. હું જો તને એમ કહું કે, ‘આ માંણસ તારી સાથે આવશે’ તો તે તારી સાથે આવશે, અને હું જ્યારે તને એમ કહું કે, પેલો માંણસ તારી સાથે નહિ આવે’ તો તે તારી સાથે નહિ આવે.”

Cross references

ઊત્પત્તિ 22:1

આ બધું થઈ ગયા પછી દેવે ઇબ્રાહિમના વિશ્વાસની કસોટી કરવાનું નકકી કર્યુ. દેવે તેને કહ્યું, “ઇબ્રાહિમ!”ત્યારે ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “હું આ રહ્યો.”

1 શમુએલ 14:6

યોનાથાને પોતાના શસ્ત્રસજ્જ યુવાન માંણસને કહ્યું, “ચાલ, આપણે આ વિદેશીઓની છાવણીમાં જઈએ. કદાચ યહોવા આપણને તેઓને હરાવવા મદદ કરે. કઈં પણ યહોવાને રોકી શકે નહિ- ભલે આપણી પાસે વધારે સૈનિકો કે થોડા સૈનિકો હોય.”

1 શમુએલ 16:7

પણ યહોવાએ શમુએલને કહ્યું, “એનો દેખાવ અને ઊંચાઈ જોઈને તેને ધ્યાનમાં ન લો, કારણ હું તેનો અસ્વીકાર કરું છુ. યહોવાની દૃષ્ટિ અને માંનવની દૃષ્ટિમાં તફાવત હોય છે. માંણસો બાહ્ય દેખાવ જુએ છે, પરંતુ યહોવા માંણસના અંતર અને ભાવનાઓને જુએ છે.”

અયૂબ 23:10

પણ દેવ તો જાણે છે કે હું ક્યા માગેર્ જાઉં છું . એ મને કસી જોશે ત્યારે હું સુવર્ણ જેવો શુદ્ધ પુરવાર થવાનો છું.

ગીતશાસ્ત્ર 7:9

હે યહોવા, દુષ્ટ લોકોના દુષ્ટ કાર્યોનો અંત લાવો. ન્યાયી અને નિષ્પક્ષ લોકોને ટેકો અને સાર્મથ્ય આપો, કારણ કે તમે ન્યાયી દેવ છો, અને બધાના હૃદય અને આત્મા જોઇ શકો છો.

ગીતશાસ્ત્ર 33:16

રાજા ફકત તેના સુસજ્જ સૈન્યના બળથી જીતી ન શકે. બળવાન યોદ્ધો ફકત પોતાની બહાદુરીથી બચી જતો નથી.

ગીતશાસ્ત્ર 66:10

હે યહોવા, તમે અમારી કસોટી કરી છે; અમને ચાંદીની જેમ અગ્નિથી શુદ્ધ કર્યા છે.

ચર્મિયા 6:27

યમિર્યા, મેં તને ધાતુઓનો પારખનાર કર્યો છે, મારા લોકોની પરીક્ષા કર, અને તેઓનું મૂલ્ય નક્કી કર. તેઓ શું કહે છે તે તું સાંભળ. અને તેઓ શું કરે છે તે તું જો.

માલાખી 3:2

“પણ તે પ્રગટ થશે ત્યારે તેની સામે કોણ ટકી શકશે? તેના આગમનને કોણ સહન કરી શકશે? કેમ કે તે કિંમતી ધાતુને શુદ્ધ કરનાર અગ્નિ સમાન છે. તે ધોબીના સાબુ સમાન છે.

Interlinear

Choose Theme