Home Bibles ☰ Books ન્યાયાધીશો 6:10 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 6:10 · ગુજરાતી બાઇબલ

મેં તમને કહ્યું હતું, ‘હું તમાંરો દેવ યહોવા છું; તમે જે અમોરીઓના દેશમાં અત્યારે વસો છો તેમના દેવોની પૂજા કરશો નહિ.’ પણ તમે માંરી વાત સાંભળી નથી.”

Cross references

નિર્ગમન 20:2

“હું તમાંરો દેવ યહોવા છું, જે તમને મિસર દેશમાંથી જ્યાં તમે ગુલામ હતાં ત્યાંથી બહાર લઈ આવ્યો હતો. તેથી તમાંરે આ આદેશો માંનવા પડશે:

નિર્ગમન 20:3

“માંરા સિવાય તમાંરે બીજા કોઈ દેવોની પૂજા કરવી નહિ.

નિર્ગમન 34:12

પણ સાવધાન રહેજે. તું જે દેશમાં જાય છે, ત્યાંના વતનીઓ સાથે કરાર કરવો નહિ, નહિતર તેઓ તને જાળમાં ફસાવશે.

નિર્ગમન 34:14

તમાંરે અન્ય કોઈ દેવોની પૂજા કરવી નહિ કારણ કે માંરું નામ યહોવા છે માંરું નામ હું એટલે કાનાહ છું-ઈર્ષાળુ દેવ.

ન્યાયાધીશો 2:2

તેમ તમાંરે પણ આ દેશની પ્રજા સાથે કોઈ કરાર કરવો નહિ, તમાંરે તે લોકોની વેદીઓ તોડી પાડવી. પણ તમે માંરી આજ્ઞાનું પાલન કર્યું નથી, તમે લોકો આ શું કરી બેઠા છો?

2 રાજઓ 17:13

ઇસ્રાએલ અને યહૂદાના લોકોને યહોવાએ પ્રબોધકો અને દ્રષ્ટાઓ દ્વારા ચેતવણી આપી. જેઓએ તેમને કહ્યું, “તમારા અનિષ્ટ રસ્તાઓથી પાછા વળો, અને મારા નિયમશાસ્ત્રનું પાલન કરો જે મેં તમારા પિતૃઓને આપ્યો હતો, અને મારા સેવક પ્રબોધકો દ્વારા તમને કહેવડાવ્યો હતો.

2 રાજઓ 17:33

તેઓ યહોવાની પૂજા કરતા હતા અને સાથો સાથ પોતે જે દેશમાંથી આવ્યા હતા તેની વિધિ પ્રમાણે પોતાના દેવોની પણ પૂજા કરતા હતા.

2 રાજઓ 17:35

યહોવાએ તેઓની સાથે કરાર કર્યો હતો કે, તેઓએ વિદેશીઓના કોઈ-દેવોની પૂજા કરવી નહિ અને તેઓને યજ્ઞો અર્પણ કરવાં નહિ.

2 રાજઓ 17:37

નિયમો, કાયદા, સૂચના અને હૂકમો જે તેણે (યહોવાએ) તમને આપ્યા છે, તેનું તમારે જીવન પર્યત નિષ્ઠા પુર્વક પાલન કરવાનું છે. તમારે બીજા કોઇ દેવની સેવા કરવાની નથી.

2 રાજઓ 17:38

યહોવાએ જણાવ્યું હતું, “મેં તારી સાથે જે કરાર કર્યો છે; તેને તારે કદી ભૂલવાનો નથી, અને તેથી તારે અન્ય દેવોની પૂજા કદી કરવી નહિ.

નહેમ્યા 9:29

અને તેં તેમને તારી સંહિતાનું પાલન કરવા માટે ફરી ચેતવણી આપી. પરંતુ ઘમંડી વર્તણૂક કરીને તેઓએ તારા વિધિઓનું પાલન ન કર્યુ; જેના પાલનથી મનુષ્યને જીવન મળે છે એવા તારા નિયમોના વિરૂદ્ધ તેમણે પાપ કર્યુ, ને તેઓના ખભા હઠીલા હતા, તેઓની ગરદન અક્કડ હતી અને તેમણે તારું કહ્યું માન્યું નહિ.

નીતિવચનો 5:13

શા માટે મેં મારા ગુરૂજનોનું કહ્યું માન્યું નહિ, અને મને શિક્ષણ આપનારાઓ પ્રત્યે ધ્યાન નહોતું રાખ્યું!

ચર્મિયા 3:13

ફકત તારો દોષ કબૂલ કર કારણ કે તેં, તારા યહોવા દેવ સામે બળવો કર્યો છે, પ્રત્યેક ઘટાદાર વૃક્ષ નીચે પારકા દેવોની મૂર્તિઓની તેં પૂર્ણહૃદયપૂર્વક ઉપાસના કરી છે. તેં મારો સાદ સાંભળ્યો નથી.”‘ આ યહોવાના વચન છે.

ચર્મિયા 3:25

અમે લજ્જિત થયા છીએ અને અમે જેને લાયક છીએ તે અપમાન સહન કરવા તૈયાર છીએ, કારણ કે અમે અને અમારા વડીલોએ બાળપણથી જ અમારા યહોવા દેવની વિરુદ્ધ પાપ કર્યું છે; અને અમે તેમને આધીન થયા નથી, અને અમે તેના હુકમોને માન્યાં નથી.”

ચર્મિયા 9:13

યહોવાએ કહ્યું, “એનું કારણ એ છે કે લોકોએ એમને માટે મેં રજૂ કરેલી નિયમસંહિતાનો ત્યાગ કર્યો છે. તેમણે નથી મારું કહ્યું સાંભળ્યું કે નથી તેનું પાલન કર્યું.

ચર્મિયા 10:2

તે કહે છે, “બીજી પ્રજાઓને રસ્તે જશો નહિ, તેઓ કુંડળી તૈયાર કરે છે તથા ગ્રહોની સ્થિતિને આધારે પોતાનું ભવિષ્ય જુએ છે. તેઓ ભવિષ્યકથન કરે તેથી ડરશો નહિ. કારણ કે તે સર્વ કેવળ જૂઠાણું છે.

ચર્મિયા 17:23

તમારા પૂર્વજોએ મારા હુકમોં માન્યાં નહિ, તેઓએ તે ધ્યાન પર પણ લીધાં નહિ, અને હઠે ચડીને ન તો સાંભળ્યું કે ન તો શિખામણ લીધી.”‘

ચર્મિયા 42:21

યહોવાએ મને જે કહ્યું તે સર્વ મેં આજે તમને જણાવ્યું છે. પરંતુ અગાઉ ઘણી વખત કર્યું હતું તેમ હમણાં પણ તમે આધીન થવાના નથી,

ચર્મિયા 43:4

તેથી યોહાનાને, સૈનાનાયકોએ અને સર્વ લોકોએ યહોવાનું કહ્યું કરવાની અને યહૂદિયામાં રહેવાની ના પાડી.

ચર્મિયા 43:7

તેઓ યહોવાની આજ્ઞાનું ઉલ્લંધન કરીને મિસર ગયા અને ત્યાં તાહપાન્હેસ પહોંચ્યા.

Interlinear

Choose Theme