Home Bibles ન્યાયાધીશો 3:20 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 3:20 · ગુજરાતી બાઇબલ

રાજા તેના મહેલમાં ઉપલા માંળે આવેલા પોતાના વરંડાના શીતળ ભાગમાં હતો જ્યારે તે એકલો હતો.ત્યારે એહૂદ તેની પાસે ગયો અને તેને ગુપ્ત રીતે કહ્યું, “માંરે આપને દેવનો એક ગુપ્ત સંદેશ આપવાનો છે.” એટલે એગ્લોન પોતાના આસન ઉપરથી ઊભો થઈ ગયો;

Cross references

ગણના 23:18

એટલે બલામે જવાબ આપ્યો:“બાલાક ઊઠ, ઊભો થા અને ધ્યાનથી સાંભળ. હે સિપ્પોરના પુત્ર, હું જે કહું તે કાને ધર.

ન્યાયાધીશો 3:19

પણ તે પોતે ગિલ્ગાલની મૂર્તિઓ પાસે રાજા આગળ પાછો ફર્યો અને કહ્યું, “હે રાજા, માંરે આપને એક ખાનગી સંદેશો આપવાનો છે.”રાજાએ તેને ચૂપ રહેવાનો હુકમ કર્યો અને પોતાના બધા સેવકોને રાજાએ બહાર મોકલી દીધા.

2 શમએલ 12:1

પછી યહોવાએ પ્રબોધક નાથાનને દાઉદ પાસે મોકલ્યો, અને તેની પાસે પહોંચ્યા પછી નાથાન બોલ્યો, “એક નગરમાં બે માંણસો રહેતા હતા. એક ધનવાન હતો અને બીજો ગરીબ હતો.

2 શમએલ 24:12

“દાઉદને જઈને કહે કે, ‘યહોવા આ પ્રમાંણે કહેવડાવે છે; હું તારી આગળ ત્રણ વાત મૂકું છું. તું ગમે તે એક પસંદ કર એટલે હું તે પ્રમાંણે કરીશ.”‘

ગીતશાસ્ત્ર 29:1

હે પરાક્રમી યહોવાના દૂતો, તમે સૌ તેમની સ્તુતિ કરો; તેમના ગૌરવ અને સાર્મથ્ય માટે સૌ યહોવાની સ્તુતિ કરો.

ચર્મિયા 10:7

હે લોકાધિપતિ, તમારો ભય કોને નહિ લાગે? તમારાથી તો ડરીને જ ચાલવું જોઇએ. સર્વ પ્રજાઓનાં જ્ઞાનીઓમાં અને બધા રાજાઓમાં તમારા જેવું કોઇ નથી.

આમોસ 3:15

હું શિયાળાના મહેલો તથા ઉનાળાના મહેલો, બન્નેનો નાશ કરીશ; અને હાથીદાંતના મહેલો નાશ પામશે ને ઘણા નિવાસસ્થાનોનો નાશ કરીશ.” એમ યહોવા કહે છે.

મીખાહ 6:9

યરૂશાલેમના સર્વ રહેવાસીઓને યહોવા બોલાવે છે; જેઓ ખરેખર શાણા છે તે તમારા નામથી બીશે. સજાના દંડ ઉપર અને તેની નિમણૂંક કરનાર ઉપર ધ્યાન આપો.

Interlinear

Choose Theme