Home Bibles ન્યાયાધીશો 21:8 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 21:8 · ગુજરાતી બાઇબલ

પછી તેઓએ કહ્યું, “ઈસ્રાએલના સર્વ કુળસમૂહોમાંથી કોણ મિસ્પાહમાં યહોવા સમક્ષ આવ્યું નહોતું?” પછી તેઓને જાણ થઈ યાબેશ ગિલયાદથી છાવણી પર અને મિસ્પાહની સભામાં કોઈ આવ્યું નહોતું.

Cross references

ન્યાયાધીશો 5:23

યહોવાનો દૂત કહે છે, “મેરોઝ પર શ્રાપ ઊતરશે, તેના વતનીઓ ઉપર શ્રાપ ઊતરશે.” તેઓ યહોવાની મદદે આવ્યા નહોતા; યોદ્ધાઓ વિરૂદ્ધ યહોવાને મદદ કરવા.

1 શમુએલ 11:1

આમ્મોનના રાજા નાહાશ યાબેશ ગિલયાદ ઉપર ચડાઈ કરવા આવ્યો અને તેની સૈનાથી શહેર પર ઘેરો ઘાલ્યો. યાબેશના લોકોએ નાહાશને કહ્યું, “અમાંરી સાથે સંધિ કરો અને અમે તમાંરા સેવકો બનશું.”

1 શમુએલ 11:9

અને જે કાસદો આવ્યા હતા તેમને તેઓએ કહ્યું કે, તમે યાબેશ-ગિલયાદના માંણસોને કહો, “આવતી કાલે સૂરજ માંથે આવે ત્યાં સુધીમાં તમાંરો છૂટકારો થયો હશે.”આ સંદેશો સાંભળીને યાબેશના લોકોના આનંદનો પાર ન રહ્યો તેમણે નાહાશને કહ્યું,

1 શમુએલ 31:11

પલિસ્તીઓએ શાઉલના શરીરને અને બખ્તર ઉપાડનારને શું કર્યું તે યાબેશ ગિલયાદના લોકોએ સાંભળ્યુ.

2 શમએલ 2:5

ત્યારે તેણે યાબેશ ગિલયાદને માંણસો મોકલી સંદેશો મોકલ્યો કે, “તમાંરા માંલિક શાઉલ પ્રત્યે દયા દેખાડવા બદલ અને તેને દફનાવવા માંટે યહોવા તમાંરું ભલું કરો,

Interlinear

Choose Theme