ન્યાયાધીશો 21:18 · ગુજરાતી બાઇબલ
ઈસ્રાએલની એક જાતિને ભૂંસાઈ જવા દેવાની નહોતી. પણ અમે અમાંરી પુત્રીઓ તેમને પરણાવી શકીએ તેમ નથી. કારણકે અમે પ્રતિજ્ઞા લીધી હતી: ‘જે કોઈ બિન્યામીનીઓને પુત્રી આપશે તેઓ શાપિત થશે.’
Cross references
ન્યાયાધીશો 11:35
તેને જોઈને તેણે શોકના માંર્યા કપડાં ફાડી નાખ્યાં અને કહ્યું ઓ દીકરી, તેં તો મને આજે દુઃખી અને કંગાળ બનાવી દીધો! મેં યહોવાની સામે વિચાર્યા વગર માંનતા કરી હતી કે હું બલિદાન આપીશ. અને તે હું પાછી લઈ શકું નહિ.”
ન્યાયાધીશો 21:1
ઈસ્રાએલીઓએ મિસ્પાહમાં પ્રતિજ્ઞા લીધી કે; તેઓમાંથી કોઈ પણ પોતાની પુત્રી બિન્યામીની કુળસમૂહમાં પરણાવશે નહિ.”
ન્યાયાધીશો 21:22
જો તેમના પિતા કે ભાઈ અમાંરી આગળ ફરિયાદ કરે તો અમે તેમને કહેશું, ‘મહેરબાની કરીને, તેમને આ સ્ત્રીઓ રાખવા દો. કારણકે, અમે યાબેશ ગિલયાદના યુદ્ધમાં તેઓ માંટે પૂરતા પ્રમાંણમાં સ્ત્રીઓ લીધી નથી; અને તમે તમાંરી પુત્રીઓ તેમને આપી નથી એટલે તમાંરે માંથે દોષ નહિ આવે.”‘