Home Bibles ☰ Books ન્યાયાધીશો 21:15 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 21:15 · ગુજરાતી બાઇબલ

લોકો હજી બિન્યામીનીઓના કુળસમૂહ માંટે દુઃખી હતાં, કારણ કે યહોવાએ લગભગ ઈસ્રાએલીઓના આખા કુળસમહૂમાં ભંગાળ પાડયુ હતું.

Cross references

ન્યાયાધીશો 21:6

પોતાના ભાઈ બિન્યામીન કુળને ગુમાંવ્યાને લીધે સમગ્ર ઈસ્રાએલી પ્રજા ઊડું દુઃખ અનુભવતી હતી. તેઓ એક બીજાને કહેતા હતાં, સર્વનાશ થઈ ગયો, “આજે ઈસ્રાએલમાંથી એક કુળસમૂહ ભૂસાઈ ગયું.

ન્યાયાધીશો 21:17

તેઓ માંટે પત્નીઓ લાવવાનો કોઈક રસ્તો હોવો જોઈએ. ઈસ્રાએલી બિન્યામીનીઓનો વંશવેલો તો ચાલુ રાખવો જોઈએ.

1 કાળવ્રત્તાંત 13:11

યહોવાએ આમ ઉઝઝા પર આક્રમણ કર્યુ. એથી દાઉદને ખોટું લાગ્યુ. અને તેણે તે જગ્યાનું નામ “પેરેસ-ઉઝઝા” પાડ્યું જે આજે પણ તે જ નામે ઓળખાય છે.

1 કાળવ્રત્તાંત 15:13

તમે પહેલી વખતે ઉપાડ્યો નહિ માટે યહોવા આપણા દેવ આપણા પર ક્રોધે ભરાયા, કારણ આપણે તેની સૂચના પ્રમાણે તેને પકડયો નહોતો.”

યશાયા 30:13

એટલે જેમ ભીંતમાં પહોળી ફાટ પડે છે અને તે તૂટી પડે છે અને થોડી ક્ષણોમાં જ કકડભૂસ નીચે પડે છે, તેમ તમારા પર અચાનક વિનાશ આવી પડશે.

યશાયા 58:12

ઘણા સમયથી ખંડેર પડેલા તમારા નગરોને તમારાં સંતાનો ફરીથી બાંધશે, અને “ભીતો અને ધોરી માગોર્ને બાંધનારા લોકો” એવા નામથી તમે ઓળખાશો.

Interlinear

Choose Theme