Home Bibles ☰ Books ન્યાયાધીશો 20:42 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 20:42 · ગુજરાતી બાઇબલ

તેઓ રણ તરફ ભાગ્યા પણ ઈસ્રાએલીઓ તેઓની પાછળ પડયા; અને જે સૈનિકો છુપાઈ રહ્યાં હતાં તેઓ બહાર આવ્યા અને બિન્યામીન કુળસૂમહને માંરવા લાગ્યા, જે બંને સૈન્યની વચ્ચે હતું.

Cross references

યહોશુઆ 8:15

યહોશુઆ પોતે અને તેના માંણસો જાણે તેઓ હાર પામ્યા હોય તેમ નગરમાંથી રણ તરફ ભાગવા લાગ્યા.

યહોશુઆ 8:24

જ્યારે ઇસ્રાએલની સેનાએ નગરની બહાર સર્વ માંણસોનો સંહાર કરવાનું કાર્ય પુરું કર્યુ ત્યારે તેઓ પાછા આવ્યા અને નગરની અંદર બાકી રહેલા સર્વનો સંહાર કર્યો.

યર્મિયાનો વિલાપ 1:3

તેઓ વિદેશી પ્રજાઓ વચ્ચે સ્થિર થયા છે. અને તેમની પાસે વિશ્રામનું સ્થળ નથી. યહૂદાની પ્રજા દેશવટે ગઇ છે. તેમને સખત પરિશ્રમ કરવા માટે મજબૂર કરાય છે. જેઓએ તેમનો પીછો કર્યો હતો તેમણે તેઓને પકડી લીધા છે. તેઓ ભાગી શક્યા નહિ.

હોશિયા 9:9

ઘણા સમય પહેલાં ગિબયાહમાં જે પુરુષો હતા, તેઓ ખરાબ રીતે વર્તતા અને ષ્ટતામાં ઊંડા ઉતરી ગયા હતા. યહોવા તેમના અપરાધો સંભારશે અને તેમના પાપોની સજા કરશે.”

હોશિયા 10:9

યહોવા કહે છે,”ઇસ્રાએલના લોકોએ ગિબયાહના લોકોની જેમ પાપ કર્યુ, અને તેઓએ પાપ કરવાનું ચાલું રાખ્યું. શું ગિબિયાહમાં દુષ્ટ કૃત્યો કરનારાઓ પર યુદ્ધ અચાનક નહોતું આવી પડ્યું?

Interlinear

Choose Theme