બિન્યામીન કુળસમૂહના સૈનિકો લડવા માંટે ગિબયાહમાંથી બહાર આવ્યા તે દિવસે તેઓએ 22,000 ઈસ્રાએલીઓને રણભૂમિ ઉપર માંરી નાખ્યા.
Cross references
“બિન્યામીન તો ફાડી ખાનાર વરુ છે. સવારે તે શિકાર ખાય છે અને સંધ્યાકાળે એ શિકાર વહેંચે છે.”યાકૂબનું અવસાન
“જયારે તમે કોઈ દુશ્મન સાથે યુદ્ધના સમયે છાવણીમાં રહેતા હોય ત્યારે દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.
અને બિન્યામીનનું લશ્કર તેઓને યુદ્ધમાં મળવા માંટે ગિબયાહથી બહાર નીકળ્યું અને 18,000 ઈસ્રાએલી યોદ્ધાઓને બીજે દિવસે રણભૂમિમાં માંરી નાખ્યા, તેઓ બધા તરવારથી શસ્ત્ર સજજ હતાં.
અને હવે તમે યહૂદા અને યરૂશાલેમમાં સ્ત્રીપુરુષોને તમારાં ગુલામ બનાવવા માંગો છો. તમારા દેવ યહોવાની આગળ તમે લોકો ક્યાં ઓછા ગુનેગાર છો?
રાજા ફકત તેના સુસજ્જ સૈન્યના બળથી જીતી ન શકે. બળવાન યોદ્ધો ફકત પોતાની બહાદુરીથી બચી જતો નથી.
તમે તેઓને લપસણી જગાએ મૂકો છો, અને તેઓને વિનાશમાં ફેંકી દો છો.
તમારો માર્ગ તો સમુદ્રમાં, અને વાટો હતી મહાજળમાં; તમારા પગલાં કોઇનાં જોવામાં આવ્યાં નહિ.
એ બાબતમાં મેં જ્યારે કાળજીપૂર્વક તપાસ કરી તો મને જાણવા મળ્યું કે દરેકના કાર્યનું ફળ સદાચારી અને જ્ઞાની લોકો માટે પણ દેવ પર નિર્ભર છે. પણ કોઇ જાણતું નથી કે તેને પ્રેમ મળશે કે ધિક્કાર અથવા તેની પાસે શું આવશે?
હે યહોવા, હું તમારે વિષે ફરિયાદ કરું છું ત્યારે સત્ય તમારે પક્ષે હોય છે. તેમ છતાં ન્યાયના એક મુદ્દા વિષે મારે તને પૂછવું છે, દુષ્ટ માણસો કેમ સુખસમૃદ્ધિ પામે છે? બદમાશો કેમ નિરાંતે જીવે છે?
યહોવા કહે છે,”ઇસ્રાએલના લોકોએ ગિબયાહના લોકોની જેમ પાપ કર્યુ, અને તેઓએ પાપ કરવાનું ચાલું રાખ્યું. શું ગિબિયાહમાં દુષ્ટ કૃત્યો કરનારાઓ પર યુદ્ધ અચાનક નહોતું આવી પડ્યું?