Home Bibles ☰ Books ન્યાયાધીશો 19:30 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 19:30 · ગુજરાતી બાઇબલ

પછી એવું બન્યું કે જેમણે જેમણે એ જોયું તેમણે કહ્યું, “ઈસ્રાએલે મિસર છોડયું ત્યારથી આજ સુધી આવો ભયંકર ગુન્હો કદી નજરે ચડયો નથી. માંટે આનો વિચાર કરો, ચર્ચા કરો અને મને નિર્ણય જણાવો.

Cross references

ન્યાયાધીશો 20:7

હવે હે ઈસ્રાએલ પુત્રો, તમે બધા એ બાબતની ચર્ચા કરો અને અત્યારે ને અત્યારે શું કરવું તે જણાવો.”

નીતિવચનો 11:14

જ્યાં આગેવાન અજ્ઞાન હોય, ત્યાં પ્રજા નાશ પામે છે. અનેક સલાહકારોમાં સુરક્ષા રહેલી છે.

નીતિવચનો 13:10

અભિમાનથી તો કેવળ ઝઘડો જ થાય છે; સલાહ માનવામાં ડહાપણ છે.

નીતિવચનો 15:22

સલાહ વગરની યોજના ધૂળમાં મળે છે, પરંતુ અનેક સલાહકાર હોય તો તે સફળ થાય છે.

નીતિવચનો 20:18

દરેક યોજના સલાહથી પરિપૂર્ણ થયેલી છે માટે શાણી સલાહ પ્રમાણે તમારે યુદ્ધ કરવું.

નીતિવચનો 24:6

કુશળ યોજનાથી યુદ્ધ જીતાય છે, અને અનેક સલાહકારોથી વિજય નિશ્ચિત બને છે.

હોશિયા 9:9

ઘણા સમય પહેલાં ગિબયાહમાં જે પુરુષો હતા, તેઓ ખરાબ રીતે વર્તતા અને ષ્ટતામાં ઊંડા ઉતરી ગયા હતા. યહોવા તેમના અપરાધો સંભારશે અને તેમના પાપોની સજા કરશે.”

Interlinear

Choose Theme