Home Bibles ☰ Books ન્યાયાધીશો 19:16 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 19:16 · ગુજરાતી બાઇબલ

એવામાં જ્યારે સાંજ પડી, એક વૃદ્ધ માંણસ તે માંર્ગે પસાર થયો, તે તેના ખેતરથી કામ કરીને ઘેર પાછો ફરતો હતો. તે એફ્રાઈમના પહાડી પ્રદેશનો વતની હતો. અને ગિબયાહ આવ્યો હતો અને ત્યાં રહેતો હતો. તે નગરના લોકો બિન્યામીનકુળસમૂહના હતાં.

Cross references

ઊત્પત્તિ 3:19

તારે તારા પોતાનાં ભોજન માંટે ખૂબ પરિશ્રમ કરવો પડશે. જયાં સુધી પરસેવો ન થાય ત્યાં સુધી તું પરિશ્રમ કરીશ. જયાં સુધી તારું મૃત્યુ ન થાય ત્યાં સુધી તું સખત પરિશ્રમ કરીશ. તે સમયે તું ફરીવાર માંટી થઈ જઈશ. જયારે મેં તને બનાવ્યો ત્યારે માંટીમાંથી જ બનાવ્યો હતો. અને જયારે તું મૃત્યુ પામીશ ત્યારે એ જ માંટીમાં પાછો મળી જઈશ.”

ન્યાયાધીશો 19:1

એ વખતે ઈસ્રાએલમાં કોઈ રાજા નહોતો. ત્યારે એફ્રાઈમની ટેકરીઓ પર અંદરના ભાગમાં એક લેવી રહેતો હતો, તેણે બેથલેહેમની એક યહૂદી કન્યાને પોતની ઉપપત્ની તરીકે રાખી હતી.

ન્યાયાધીશો 19:14

તેથી તેઓએ ચાલવાનું ચાલુ રાખ્યું અને સાંજ પડતાં બિન્યામીનકુળસમૂહના પ્રદેશમાં આવેલા ગિબયાહ નજીક આવી પહોંચ્યા.

ગીતશાસ્ત્ર 104:23

માણસ પોતાનો ઉદ્યમ કરવાં બહાર નીકળે છે; અને સાંજ સુધી પોતપોતાના કામ કરે છે.

ગીતશાસ્ત્ર 128:2

તેઓ જાત પરિશ્રમથી કમાયેલી વસ્તુઓનો આનંદ માણશે. તેઓ સુખી થશે અને તેઓ આશીર્વાદિત હશે.

નીતિવચનો 13:11

સરળતાથી મેળવેલી સંપત્તિ ટકતી નથી. પણ સખત પરિશ્રમથી મેળવેલી સંપત્તિની વૃદ્ધિ થાય છે.

નીતિવચનો 14:23

જ્યાં મહેનત ત્યાં બરકત છે; પણ ખાલી વાતો જ થાય ત્યાં દળદર લાવનારી છે.

નીતિવચનો 24:27

તારું બહારનું કામ કર, જમીન ખેડ, અને તારું ઘર બાંધ.

સભાશિક્ષક 1:13

વિશ્વમાં જે કાંઇ બને છે તેની શોધ કરવા અને સમજવા મે મારા ડહાપણને રોકી રાખ્યું. દેવે મનુષ્યને કરવા માટે એ કષ્ટમય શ્રમ આપ્યો છે.

સભાશિક્ષક 5:12

શ્રમ કરનાર મનુષ્ય ઓછું ખાય કે વધારે, પણ તે શાંતિથી ઊંઘી જાય છે. ધનવાન ચિંતા કર્યા કરે છે અને તેની સમૃદ્ધિ તેને શાંતિથી ઊંઘવા દેતી નથી.

એફેસીઓને પત્ર 4:28

ચોરી કરનારે ચોરી ન કરવી જોઈએ. અને પરિશ્રમ કરવો જોઈએ. અને પોતાના હાથનો ઉપયોગ સત્કર્મ માટે કરવો જોઈએ. તે પછી તે ગરીબ લોકોને કશુંક આપવા શક્તિમાન થઈ શકશો.

1 થેસ્સલોનિકીઓને 4:11

શાંતિપૂર્ણ જીવન માટે તમે જે કઈ કરી શકો તે કરો. તમારું પોતાનું કામકાજ સંભાળો. તમારું પોતાનું જ કામ કરો. તમને આમ કરવાનું અમે ક્યારનું જ જણાવેલ છે.

2 થેસ્સલોનિકીઓને 3:10

જ્યારે અમે તમારી સાથે હતા, અમે તમને આ નિયમ આપ્યો હતો: “જો વ્યક્તિ કામ ન કરે તો, તેણે ખાવું નહિ.”

Interlinear

Choose Theme