Home Bibles ☰ Books ન્યાયાધીશો 19:11 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 19:11 · ગુજરાતી બાઇબલ

જ્યારે તેઓ યબૂસ પહોંચ્યા ત્યારે દિવસ પૂરો થવા આવ્યો હતો, તેથી નોકરે ઘણીને કહ્યું, “ચાલો આપણે આ યબૂસીઓના શહેરમાં જઈએ અને રાત ત્યાં ગાળીએ.”

Cross references

ઊત્પત્તિ 10:16

કનાનના બીજા વંશજો: યબૂસીઓ, અમોરીઓ, ગિર્ગાશીઓ,

યહોશુઆ 15:63

પણ યહૂદાના લોકો યરૂશાલેમમાંથી યબૂસીઓને હાંકી કાઢી શક્યા નહી, તેથી યબૂસીઓ યહૂદાના લોકોની સાથે આજ સુધી યરૂશાલેમમાં રહે છે.

ન્યાયાધીશો 1:21

પરંતુ બિન્યામીનના કુળસમૂહના લોકો યરૂશાલેમમાં વસતા યબૂસીઓને હાંકી કાઢવામાં નિષ્ફળ ગયા, તેથી આજે પણયબૂસીઓ બિન્યામીનનાં વંશજો સાથે યરૂશાલેમમાં વસે છે.

ન્યાયાધીશો 19:10

પરંતુ આ વખતે એ માંણસે સાંભળ્યું નહિ, તે રાત રોકાવા કબૂલ થયો નહિ અને જવા માંટે તૈયાર થયો, તેણે પોતાનાં બે લાદેલાં ગધેડાં અને પત્ની સાથે યબૂસ અર્થાત યરૂશાલમની નજીક પહોંચ્યા સુધી મુસાફરી કરી.

2 શમએલ 5:6

ત્યાર પછી દાઉદ પોતાનું સૈન્ય લઈને યરૂશાલેમ ગયો અને ત્યાં યબૂસીઓ સાથે યુદ્ધમાં લડ્યો. યબૂસીઓએ દાઉદને કહ્યું, “તું અમાંરા શહેરમાં આવી શકશે નહિ. અમાંરા આંધળા અને લંગડા લોકો સુદ્ધાં તને રોકી શકશે.” તેઓ માંનતા હતા કે દાઉદ તેઓના નગરમાં દાખલ થઇ શકશે નહિ.

1 કાળવ્રત્તાંત 1:14

યબૂસી, અમોરી, ગિર્ગાશી;

Interlinear

Choose Theme