Home Bibles ☰ Books ન્યાયાધીશો 18:3 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 18:3 · ગુજરાતી બાઇબલ

તેઓ જ્યારે ત્યાં હતાં, તેઓએ લેવીનો અવાજ ઓળખી લીધો અને તેના તરફ વળીને તેને પૂછયું, “તને અહી કોણ લઈ આવ્યું? અહીં તું શું કરે છે? તું અહી શા માંટે છે?”

Cross references

ઊત્પત્તિ 27:22

યાકૂબ તેના પિતા ઇસહાક પાસે ગયો. ઇસહાકે, તેનો સ્પર્શ કર્યો અને કહ્યું, “તારો અવાજ તો યાકૂબના અવાજ જેવો જ છે. પરંતુ તારા હાથ તો એસાવના રૂવાંટીવાળા હાથ જેવા જ છે.”

ન્યાયાધીશો 12:6

તેઓ કહેતા, “કે બોલ, ‘શિબ્બોલેથ”‘ પણ તે “સિબ્બોલેથ” બોલતો, કારણ તે એનો ચોખ્ખો ઉચ્ચાર કરી શકતો નહિ, એટલે તેઓ તેને પકડીને યર્દનના ઘાટ ઉપર માંરી નાખતા, તે યુદ્ધમાં 42,000 એફ્રાઈમીઓ માંર્યા ગયા હતાં.

યશાયા 22:16

અહીં તારે શું કામ છે, તને અહીં શો અધિકાર છે કે તેં તારે માટે પર્વત ઉપર ખડકમાં કબર ખોદાવી છે? હું તને જોરથી ઝાટકી નાખીશ.’

માથ્થી 26:73

થોડીવાર પછી ત્યાં ઊભેલા કેટલાક લોકો પિતર પાસે ગયા અને કહ્યું, “અમે જાણીએ છીએ કે ઈસુને અનુસરનારા તે લોકોમાંનો તું એક છે કારણ કે તું જે રીતે વાત કરે છે તે જ બતાવે છે. તેના આધારે અમે આ કહીએ છીએ.”

Interlinear

Choose Theme