Home Bibles ☰ Books ન્યાયાધીશો 17:7 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 17:7 · ગુજરાતી બાઇબલ

પૂર્વે એકવાર, યહૂદા કુળસમૂહમાંથી એક યુવાન માંણસ જે લેવી હતો. તે બેથલહેમમાં એક વિદેશીની જેમ રહેતો હતો.

Cross references

ઊત્પત્તિ 35:19

આમ, રાહેલનું અવસાન થયું અને તેને એફ્રાથ, એટલે કે, બેથલેહેમને રસ્તે દફનાવવામાં આવી.

યહોશુઆ 19:15

તદુપરાંત કાટ્ટાથ, નાહલાલ, શિમ્રોન, યિદઅલાહ અને બેથેલેહેમ એમ ગામો સહિત 12નગરોનો તેમાં સમાંવેશ થતો હતો.

ન્યાયાધીશો 12:5

તેણે એફ્રાઈમના સૈન્યની પાછળ આવેલા યર્દનના આરા કબજે કરી લીધા, કોઈ એફ્રાઈમી યર્દન ઓળંગીને નાસી જવા પ્રયત્ન કરે તો ગિલયાદના રક્ષકો તેને પડકારતા. “શું તું એફ્રાઈમના કુળનો છે?” જો તે “ના” કહે તો

ન્યાયાધીશો 12:8

યફતાહ પછી બેથલેહમનો ઈબ્સાન ઈસ્રાએલનો ન્યાયાધીશ થયો, તેને ત્રીસ પુત્રો અને ત્રીસ પુત્રીઓ હતી. તેણે તેની ત્રીસેત્રીસ પુત્રીઓને અજાણ્યા શખ્સોને પરણાવી હતી અને તેના ત્રીસ પુત્રો તેના અંદરના સગામાંથી ન હોય તેવી પત્નીઓ લાવ્યા હતાં.

ન્યાયાધીશો 19:1

એ વખતે ઈસ્રાએલમાં કોઈ રાજા નહોતો. ત્યારે એફ્રાઈમની ટેકરીઓ પર અંદરના ભાગમાં એક લેવી રહેતો હતો, તેણે બેથલેહેમની એક યહૂદી કન્યાને પોતની ઉપપત્ની તરીકે રાખી હતી.

રૂત 1:1

ન્યાયાધીશોના સમયમાં ઘણા વરસો પહેલા બેથલેહેમ-યહૂદિયામાં દુકાળ પડયો તેથી યહૂદિયામાં આવેલા બેથલેહેમનો એક માંણસ પોતાની પત્ની અને બે પુત્રોને લઈને મોઆબ દેશમાં રહેવા ચાલ્યો ગયો.

મીખાહ 5:1

હે યરૂશાલેમ, તારી સૈના ભેગી કર, દુશ્મનોએ આપણને ઘેરો ઘાલ્યો છે; તેઓ ઇસ્રાએલના ન્યાયાધીશને ગાલ પર સોટી વડે મારશે.

મીખાહ 5:2

હે બેથલેહેમ એફ્રાથાહ, તું યહૂદિયાનું સૌથી નાનકડું ગામડું છે, પણ મને લાગે છે કે, “ઇસ્રાએલનો શાસક તારામાંથી આવશે, જેના વંશના મૂળ ખૂબ પ્રાચીન કાળમાં છે.”

માથ્થી 2:1

ઈસુનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થયો હતો. હેરોદરાજાના સમયમાં તેનો જન્મ થયો હતો. ઈસુનો જન્મ થયા પછી પૂર્વના પ્રદેશમાંથી જ્ઞાની માણસો યરૂશાલેમ આવ્યા.

માથ્થી 2:5

તેઓએ ઉત્તર આપ્યો કે. “ખ્રિસ્તનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થવો જોઈએ. પ્રબોધકે ધર્મશાસ્ત્રોમાં આ વિષે લખ્યું છે.

Interlinear

Choose Theme