સામસૂને તેઓને કહ્યું, “જો તમે આ રીતે વર્તશો તો હું ચોક્કસ કહું છું કે, હું બદલો લીધા વિના છોડવાનો નથી,”
Cross references
તેના માંતાપિતાને ખબર નહોતી કે આ બધું યહોવા કરી રહ્યાં છે; તેને પલિસ્તીઓ સાથે લડવાનું કારણ જોઈતું હતું, કારણ એ વખતે પલિસ્તીઓ ઈસ્રાએલીઓ ઉપર રાજ્ય કરતા હતાં.
પછી યહોવાના આત્માંએ સામસૂનમાં પ્રવેશ કર્યો, તે તરત જ આશ્કલોન ગયો અને ત્યાં તેણે ત્રીસ માંણસોને માંરી નાખ્યા, તેણે તેઓના વસ્ત્રો લઈ લીધા, અને તેઓને નગ્ન કરી દીધા અને તેમના વસ્ત્રો તેના ઉખાણાનો જવાબ આપનારા લોકોને આપી દીધાં, પછી તે ખૂબ ગુસ્સે થયો અને પોતાના પિતાને ઘેર ચાલ્યો ગયો.
હે મારા મિત્રો, જ્યારે લોકો તમને નુકસાન કરે ત્યારે એમને શિક્ષા કરવાનો પ્રયત્ન ન કરો. દેવના પોતાના કોપથી એમને શિક્ષા કરે ત્યાં સુધી રાહ જુઓ. શાસ્ત્રમાં લખેલું છે: “પાપીઓને શિક્ષા કરનાર હું જ એક માત્ર છું; હું તેમનો બદલો લઈશ,”એમ પ્રભુ કહે છે.