ગિલયાદના આગેવાનોએ યફતાને કહ્યું, “અમે તારી પાસે પાછા આવ્યા છીએ કારણ કે અમે ઊડી આફતમાં છીએ. અમાંરી સાથે ચાલ, આમ્મોનીઓ સામે યુદ્ધ કર અને ગિલયાદના બધા લોકોનો નેતા થા.
Cross references
પછી ફારુને મૂસા અને હારુનને બોલાવીને કહ્યું, “યહોવાને તમે પ્રાર્થના કરો કે તે મને અને માંરી પ્રજાને દેડકાંઓના ઉપદ્રવથી છોડાવે, તો પછી હું તમાંરા લોકોને યહોવાને યજ્ઞો અર્પવા જવા દઈશ.”
એટલે ફારુને કહ્યું, “હું તમને લોકોને તમાંરા દેવ યહોવાને યજ્ઞો અર્પવા માંટે રણમાં જવા દઈશ, પરંતુ ફક્ત તમાંરે બહુ દૂર જવું નહિ અને માંરા માંટે પણ પ્રાર્થના કરવી.”
તમે યહોવાને અરજ કરો, કારણ કે આ કરા અને કટકાથી અમે ઘરાઈ ગયા છીએ. હું તમને જવા દઈશ, હવે તમાંરે અહીં રોકાવું નહિ પડે.”
આ વાર માંરો ગુનો માંફ કરો, અને તમાંરા દેવ યહોવાને પ્રાર્થના કરો અને તેમને અરજ કરો કે તે મને આ “મોત” ના તીડો માંરામાંથી બહાર કાઢે.”
ગિલયાદના આગેવાનો એકબીજાને અને બધા લોકોને કહેવા લાગ્યા, “જે કોઈ આમ્મોનીઓ સાથે યુદ્ધ કરશે અને તેઓને હરાવશે તે ગિલયાદનો નેતા બનશે.”
રાજાએ દેવના માંણસને કાલાવાલા કર્યા, “મેહરબાની કરીને તમાંરા યહોવા દેવને કહો કે, માંરો હાથ ફરીથી સાજો કરી આપે.”તેથી દેવના માંણસે દેવને પ્રાર્થના કરી, એટલે રાજાનો હાથ પહેલા હતો તેવો થઈ ગયો.
તેથી સાવધાન રહો!“જો તારો ભાઈ પાપ કરે તો તેને કહે કે તે ખોટો છે. પણ તે જો દુ:ખ વ્યક્ત કરે અને પાપ કરવાનું બંધ કરે તો તેને માફ કર.