Home Bibles યહોશુઆ 9:25 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 9:25 · ગુજરાતી બાઇબલ

પરંતુ હવે અમે તમાંરા હાથમાં છીએ, તમને જેમ યોગ્ય લાગે તેમ કરો.”

Cross references

ઊત્પત્તિ 16:6

પરંતુ ઇબ્રામે સારાયને કહ્યું, “તું હાગારની શેઠાણી છે. તું તને ઠીક લાગે તેમ એની સાથે કરી શકે છે. તેથી સારાયએ હાગાર સાથે સખતાઈ કરવા માંડી, તેથી તેની દાસી નાસી ગઈ.”

ન્યાયાધીશો 8:15

ત્યારબાદ ગિદિયોન સુક્કોથના લોકો સમક્ષ આવ્યો અને તેઓને કહ્યું, “આ રહ્યાં ઝેબાહ અને સાલ્મુન્ના, જેમને વિષે તમે મને ટોણો માંર્યો હતો અને કહ્યું હતું કે ‘તારા હાથમાં ઝેબાહ અને સાલ્મુન્ના થોડાજ આવી ગયા છે કે અમે તારા થાકેલા તથા ભૂખ્યા માંણસોને ખાવાનું આપીએ?”

ન્યાયાધીશો 10:15

પરંતુ તેઓએ આજીજી કરીને કહ્યું, “અમે પાપ કર્યું છે, તમને યોગ્ય લાગે તે શિક્ષા અમને કરો. પરંતુ અમને ફકત આટલો વખત અમાંરા દુશ્મનોના હાથમાંથી છોડાવો.”

1 શમુએલ 3:18

પછી શમુએલે એલીને કઇ જ છુપાવ્યા વગર બધું કહ્યું.એલીએ બધું સાંભળ્યું અને કહ્યું : “તે તો યહોવા છે તેને જે ઠીક લાગે તે કરે.”

2 શમએલ 15:26

પણ જો યહોવા માંરા પર પ્રસન્ન ન હોય તો તેમની નજરમાં માંરા માંટે જે સાચું લાગશે તે કરશે.”

2 શમએલ 24:14

દાઉદે ગાદને કહ્યું, “આ બાબતમાં નિર્ણય કરવો અતિ મુશ્કેલ છે. પરંતુ માંણસોના હાથમાં પડવું તેના કરતાં હું દેવના હાથમાં સોંપાવું પસંદ કરું છું કારણ કે તેઓ મહાદયાળુ છે.”

2 રાજઓ 10:5

આથી મહેલના મુખ્ય કારભારીઓએ, વડીલોએ, અમલદારોએ અને છોકરાઓના વાલીઓએ યેહૂને સંદેશો મોકલ્યો કે, “અમે આપના તાબેદાર છીએ. આપ જે કહેશો તે અમે કરીશું, પણ અમે કોઈને રાજા જાહેર કરવાના નથી. આપને જે ઠીક લાગે તેમ કરો.”આહાબનાં સંતાનો મારતા સમરૂનના વડીલો

યશાયા 47:6

કારણ કે બાબિલ, હું મારા ઇસ્રાએલી લોકો ઉપર રોષે ભરાયો હતો. તેં તેમનું અપમાન કર્યુ હતું, મેં તેમને તારા હાથમાં સોંપ્યા હતા. પરંતુ તેઁ તેમના પ્રત્યે દયા ન બતાવી, તેઁ વૃદ્ધો ઉપર પણ તારી ઝૂંસરીનો ભાર નાખ્યો.

ચર્મિયા 26:14

જ્યાં સુધી આ બાબત મને લાગુ પડે છે, હું તો તમારા હાથમાં છુ. તમને જે યોગ્ય અને તાકિર્ક લાગે તે મને કરો.

ચર્મિયા 38:5

રાજા સિદકિયાએ કહ્યું, “સારું તમને યોગ્ય લાગે તેમ કરો. હું તમને રોકી શકતો નથી.”

માથ્થી 11:26

હા, ઓ બાપ, આ તેં એટલા માટે કર્યુ કે તારે એ પ્રમાણે કરવું હતું.

Interlinear

Choose Theme