Home Bibles યહોશુઆ 8:30 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 8:30 · ગુજરાતી બાઇબલ

ત્યારબાદ યહોશુઆએ એબાલ પર્વત પર ઇસ્રાએલના યહોવા દેવ માંટે એક વેદી બનાવી.

Cross references

ઊત્પત્તિ 8:20

પછી નૂહે યહોવા માંટે એક વેદી બાંધી. તેણે કેટલાંક શુદ્ધ પક્ષીઓ અને કેટલાંક શુદ્ધ પ્રાણીઓમાંથી અમુક અમુક લઈને વેદી પર આહુતિ આપી.

ઊત્પત્તિ 12:7

યહોવાએ ઇબ્રામને દર્શન આપીને કહ્યું કે, “હું આ દેશ તારા વંશજોને આપીશ.”આથી યહોવા ઇબ્રામ સામે જે જગ્યાએ પ્રગટ થયો તે જગ્યાએ ઇબ્રામે યહોવાની ઉપાસના માંટે એક વેદી બંધાવી.

ઊત્પત્તિ 12:8

તે પછી ઇબ્રામે તે જગ્યા છોડી અને તે બેથેલની પૂર્વમાં આવેલા પહાડી પ્રદેશમાં ગયો અને ત્યાં સ્થાયી થયો. પશ્ચિમમાં બેથેલ શહેર અને પૂર્વમાં આય શહેર હતુ, અને ત્યાં તેણે યહોવાને માંટે બીજી એક વેદી બંધાવી. અને ઇબ્રામે યહોવાની પ્રાર્થના કરી.

નિર્ગમન 20:24

“માંરા માંટે તમે લોકો એક માંટીની વેદી બનાવજો, અને તેના પર તમાંરાં ઘેટાંબકરાં અને ઢોરોમાંથી મને દહનાર્પણ અને શાંત્યર્પણ ચઢાવજો. અને જે સર્વ જગાએ હું માંરું નામ સ્થાપીશ, ત્યાં હું તમાંરી પાસે આવીશ અને તમને આશીર્વાદ આપીશ.

પુનર્નિયમ 27:4

“અને યર્દનને સામે કિનારે તમે પહોંચો ત્યારે એબાલ પર્વત પર વહેલામાં વહેલી તકે સ્મૃતિચિન્હરૂપે પથ્થરોનો એક સ્તંભ ઊભો કરી તેના પર ચૂનાનું પ્લાસ્ટર કરો.

Interlinear

Choose Theme