યહોશુઆ 7:18 · ગુજરાતી બાઇબલ
ઝીમ્રી પોતાના કુટુંબના સભ્યોને વારાફરતી યહૂદાના કુળસમૂહમાંથી આગળ લાવ્યો, અને ઝેરાહના પુત્ર જાબ્દીના પુત્ર કાર્મીના પુત્ર આખાનને શોધી કાઢવામાં આવ્યો.
Cross references
ગણના 32:23
પરંતુ જો તમે જે કહ્યું, તે પ્રમાંણે નહિ કરો તો, તે યહોવાની વિરુદ્ધનું તમાંરું પાપ ગણાશે, અને તમાંરે તમાંરું પાપ અચૂક ભોગવવું પડશે.
1 શમુએલ 14:42
પછી શાઉલે કહ્યું, “માંરી અને માંરા પુત્ર વચ્ચે નિર્ણય કરવા પાસા નાખો.” અને દોષ યોનાથાનનો નીકળ્યો.
નીતિવચનો 13:21
દુર્ભાગ્ય પાપીનો પીછો પકડે છે, પણ ભલા માણસોને સારી વસ્તુઓ બદલા રૂપે મળે છે.
ચર્મિયા 2:26
જેમ ચોર પકડાય ને ફજેત થાય, તેમ તમે ઇસ્રાએલના લોકો ફજેત થશો, તમે બધા જ તમારા રાજાઓ, આગેવાનો, યાજકો અને પ્રબોધકો,
પ્રેરિતોનાં ક્રત્યો 5:1
અનાન્યા નામે એક માણસ હતો તેની પત્નીનું નામ સફિરા હતું. અનાન્યા પાસે જે જમીન હતી, તે તેણે વેચી દીધી.