બધા જ માંણસો નદી ઓળંગી ગયા ત્યારે યહોવાનો કરારકોશ ઊંચકનારા યાજકો નદીમાંથી બહાર આવતા લોકોએ નીહાવ્યા.
Cross references
કરારકોશ લઈ જતાં યાજકોને આજ્ઞા કરો: ‘તમે યર્દન નદીના કિનારે પહોંચો પછી તમે નદીના પાણીમાં પ્રવેશો તે પહેલાં ત્યાં ઉભા રહો.”‘
બધા ઇસ્રાએલી લોકો સૂકી જમીન પર ચાલ્યા અને નદી પાર કરી અને યહોવાના કરારકોશને લઈ જતાં યાજકો, નદીની મધ્યમાં રોકાયા. એમ આખી પ્રજા યર્દન ઊતરી ગઈ.
કરાર કોશ ઉપાડનારા યાજકો નદીમાંથી બહાર આવ્યાં, અને જ્યારે તેમનો પગ નદીની બીજી બાજુંની જમીનને અડ્યો, તરત નદીનો પ્રવાહ શરૂ થયો અને પહેલાની જેમ પાણીએ તેના કિનારા છલકાવ્યાં.
“પછી તમે યર્દન નદી પાર કરીને યરીખોમાં આવ્યા. યરીખોના માંણસોએ તમાંરી વિરુદ્ધ યુદ્ધ કર્યુ અને એવા બીજા ઘણાં એટલે કે પરિઝઝીઓ, અમોરીઓ, કનાનીઓ, હિત્તીઓ, ગિર્ગાશીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ તમાંરી સામે યુદ્ધે ચડયા, પણ મેં તમાંરા હાથમાં સોંપી દીધા.
તમારે ઉતાવળા થઇને નાસી જવાનું નથી અને પોતાનો જીવ બચાવવા અધીરા થવાનું નથી; કારણ કે યહોવા તમારી આગળ છે. ઇસ્રાએલના દેવ તમારું રક્ષણ કરશે.