“તેથી હવે તમે બધાં યહોવાનો ડર રાખો અને નિષ્ઠા તથા સચ્ચાઈપૂર્વક તેની સેવા કરો. જે દેવોને તમાંરા પિતૃઓ ફ્રાતનદીને બીજે કાંઠે અને મિસરમાં પૂજતા હતા તેને સદાને માંટે દૂર ફેંકી દો અને યહોવાને આરાધો.
Cross references
જયારે ઇબ્રામ 99 વર્ષનો થયો, ત્યારે યહોવાએ તેને દર્શન આપીને કહ્યું, “હું સર્વસમર્થ દેવ છું. માંરા માંટે આ કામ કર. માંરી આજ્ઞા માંથે ચઢાવી કોઈ પણ દોષમાં પડયા વિના ચાલ.
ઇબ્રાહિમે જ મને કહ્યું હતું કે, ‘આ સ્ત્રી માંરી બહેન છે.’ અને એ સ્ત્રીએ પણ કહ્યું, ‘આ પુરુષ માંરો ભાઈ છે.’ હું નિદોર્ષ છું. મને તો ખબર જ નહોતી કે, હું શું કરી રહ્યો છું? મેં તો શુદ્વ વૃત્તિથી જ આ કર્યુ છે.”
આથી યાકૂબે પોતાના પરિવારને અને પોતાની સાથેના બધા માંણસોને કહ્યું, “તમાંરી પાસે લાકડાના અને ધાતુના જે પારકા મિથ્યા દેવો હોય તેને ફેંકી દો અને તમાંરી દેહશુદ્વિ કરીને વસ્ત્રો બદલી નાખો.
“માંરા સિવાય તમાંરે બીજા કોઈ દેવોની પૂજા કરવી નહિ.
તેઓ ખુલ્લા મેદાનોમાં તેમના ‘વન દેવતાઓને’ અર્પણ ચઢાવે છે તે બંધ થવું જોઈએ. ઇસ્રાએલીઓ ખોટા દેવોની પાછળ પડ્યા છે. આ રીતે તેઓએ વારાંગના જેવો વર્તાવ કર્યો છે. ઇસ્રાએલીઓ અને તેમના વંશજો માંટે આ કાયમી નિયમ છે.
તમાંરા દેવ યહોવૅંથી ડરો, તેની સેવા કરવી અને તમાંરા બધા વચનોમાં ફકત તેમનું જ નામ વાપરવું.
“હે ઇસ્રાએલીઓ, કાળજીપૂર્વક સાંભળો. યહોવા તમાંરા દેવ તમાંરી પાસેથી શું ઈચ્છે છે? તે ફકત તમને તેનાથી ડરવા, તેના દ્વારા બતાવાયેલા માંગેર્ ચાલવા, તેને પ્રેમ કરવા, અને તેની હૃદય અને આત્માંમાં ઊડેથી સેવા કરવા કહે છે.
તેથી તમાંરે તમાંરા યહોવા દેવ સમક્ષ દોષરહિત જીવન જીવવું અને યહોવાને અનન્ય નિષ્ઠાથી વળગી રહેવું.
પછી યહોશુઆએ બધાં લોકોને કહ્યું, “ઇસ્રાએલના દેવ યહોવાએ આમ કહ્યું છે:‘પ્રાચીનયુગમાં તમાંરા પૂર્વજો તેરાહ અને તેના પુત્રો સહિત ઈબ્રાહિમ અને નાહોર ફ્રાત નદીને કાંઠે રહતા હતા અને તેઓ બીજા દવીની પૂજા કરતા હતા.
યહોશુઆ બોલ્યા, “તો આ ક્ષણે જ તમાંરામાં જે બીજા દેવો છે, તેનો ત્યાગ કરો અને ઇસ્રાએલના દેવ યહોવાના તરફ તમાંરાં હૃદય વાળો અને એમની આજ્ઞાઓને આધીન થાઓ.”
માંત્ર યહોવૅંથી ગભરાઇને ચાલો, અને સાચા હૃદયથી યહોવાની શ્રદ્ધાપૂર્વક સેવા કરો. તમાંરે માંટે જે મહાન કાર્યો તેણે કર્યા છે તેનો વિચાર કરો.
“ઓ યહોવા, એટલું ધ્યાનમાં રાખજે, અને યાદ રાખજે કે હું સફળ અને પ્રામાણિક જીવન જીવ્યો છું અને તે ચોધાર આંસુએ રડી પડયો.
દેવે, તેમના સેવકો પ્રબોધકો મારફત અમને ચેતવ્યા હતા કે, જે ભૂમિ અમને વારસામા મળવાની છે તે ત્યાંના રહેવાસીઓના ભયંકર રીતરિવાજને લીધે તદૃન અશુદ્ધ થયેલી છે અને એક છેડાથી બીજા છેડા સુધી તેમાં વ્યાપેલી અશુદ્ધિઓને લીધે ષ્ટ થયેલી છે.
ઉસ નામના દેશમાં અયૂબ નામે એક માણસ રહેતો હતો. તે ભલો, પ્રામાણિક અને દેવથી ડરનાર અને દુષ્ટ વસ્તુ કરવાની મનાઇ કરતો હતો.
તેણે માણસને કહ્યું, “યહોવાનો ડર અને તેમનો આદરભાવ કરવો એ જ અનુભૂત જ્ઞાન છે. દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.”
કારણ, મિસર દેશમાંથી તમને બહાર કાઢી લાવનાર હું ‘યહોવા’ તમારો દેવ છું! તમારું મુખ ઉઘાડો અને હું તેને ભરી દઇશ. હું તમને ખવડાવીશ.
દેવ માટે માન અને ડરથી ડહાપણ શરૂ થાય છે. જે લોકો તેના આદેશોનું પાલન કરે છે તેઓ ડાહ્યા છે. તેના માટે સદાય સ્તુતિના ગાન ગવાતા રહેશે.
જેઓ પવિત્ર જીવન જીવે છે, તથા યહોવાના નિયમોને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
તમારા નિયમોથી આધીનતામાં મારું હૃદય નિદોર્ષ શુદ્ધ રહો; તમારી દરેક ઇચ્છાને ચાહવામાં મારી સહાય કરો; જેથી મારે પોતાના વિષે લજવાવું ન પડે.
પરંતુ તમે લોકોને માફી આપો છો, તેથી તમે આદર પામશો.
“પરંતુ તમે જેના ઉપર મોહી પડ્યા છો તે ત્રાસજનક મૂર્તિઓને તમારામાંના એકેએક જણે ફેંકી દેવી પડશે. મિસરની મૂર્તિઓથી તમારે તમારી જાતને અશુદ્ધ કરવાની નથી, કારણ, હું યહોવા જ તમારો દેવ છું.”
મેં તેમનાં સંતાનોને કહ્યું, “તમારા પૂર્વજોના નિયમોને અનુસરશો નહિ, તેમના હુકમોને અનુસરશો નહિ કે તેમની મૂર્તિઓની પૂજા કરીને તમારી જાતને અશુદ્ધ કરશો નહિ.
તેઓ યુવાન હતી ત્યારે મિસરમાં રહેતી હતી જે વારાંગના બની ગઇ હતી, ત્યાં જ તેમને ચુંબન, આલિંગન અને સ્તનોના મર્દનનો અનુભવ થઇ ચૂક્યો હતો અને તેમનું કૌમાર્ય હરાઇ ચૂક્યું હતું.
ત્યારબાદ તેઓ પોતાના યહોવા દેવની પાસે, પોતાના રાજા દાઉદની શોધ કરશે; અને આમ પાછળના દિવસોમાં ઇસ્રાએલી પ્રજા યહોવા દેવનો ભય રાખીને, ધ્રૂજતા ધ્રૂજતા યહોવા પાસે આવશે, અને તેમના આશીર્વાદો પામશે, ને તેમની ઉદારતાનો આશ્રય લેશે.
હે ઇસ્રાએલના વંશજો, જ્યારે તમે ચાળીસ વર્ષ સુધી વન પ્રદેશમાં હતાં, શું તમે મને યજ્ઞબલિ અર્પણ કર્યા હતાં? મને બલિદાનો અર્પણ કર્યાં હતાં?
ઓ માનવી, શું સારું છે તે તેણે તમને જણાવ્યું છે. અને તમારી પાસેથી યહોવાને તો એટલું જ જોઇએ છે, ફકત તમે ન્યાય આચરો, દયાભાવને ચાહો અને તમારા દેવ સાથે નમ્રતાથી ચાલો.
અને જે સારી જમીન પર પડ્યાં હોય છે તે બી નું શું? તે બી એવા લોકો જેવા છે જે દેવના વચનો પ્રામાણિક શુદ્ધ હ્રદયથી સાંભળે છે. તેઓ દેવના વચનને અનુસરે છે અને ધીરજથી સારા ફળ પ્રાપ્ત કરે છે.
હવે તે સમય આવે છે જ્યારે સાચા ભજનારાઓ આત્માથી તથા સત્યતાથી પિતાને ભજશે. હવે તે સમય અહીં છે. અને આ પ્રકારના લોકો તેના ભજનારા થાય તેમ પિતા ઈચ્છે છે.
ત્યારે સમગ્ર યહૂદિયા, ગાલીલ અને સમરૂનની મંડળીમાં શાંતિનો સમય હતો. પવિત્ર આત્માની મદદથી મંડળી વધારે મજબૂત બની. વિશ્વાસીઓ જે રીતે તેઓ જીવન જીવતા તે રીતે પ્રભુને માન આપવાનું દર્શાવતા. આ કારણને લીધે, વિશ્વાસીઓનો સમૂહ વધારે મોટો થવા લાગ્યો.
અમે આ માટે ગર્વ અનુભવીએ છીએ, અને હું હૃદયપૂર્વક આ સત્ય કહુ છું. અમે દુનિયામાં જે કઈ વસ્તુ કરી છે, તે બધી જ, દેવ પ્રેરિત, પ્રામાણિક અને શુદ્ધ હૃદયથી કરી છે. અને તમારી સાથે અમે જે વસ્તુ કરી છે તે અંગે તો આ વધુ સત્ય છે. અમે દેવની કૃપાથી જ આ કર્યુ, નહિ કે દુનિયાના ડહાપણને કારણે.
તમે બધા કે જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર નિષ્કપટ પ્રીતિ રાખો છો તેઓ પર દેવની કૃપા થાઓ. આમીન.
તમે સારા અને નરસાનો તફાવત સમજી શકો અને સારાની પસંદગી કરો જેથી ખ્રિસ્તના પુનઃઆગમન માટે તમે નિમર્ળ અને નિષ્કલંક થાઓ.