Home Bibles યહોશુઆ 22:7 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 22:7 · ગુજરાતી બાઇબલ

મૂસાએ મનાશ્શાની અડધી ટોળીને બાશાન પ્રાંતનો પ્રદેશ આપ્યો હતો અને યહોશુઆએ બાકીની અડધી મનાશ્શાની ટોળીને યર્દન નદીની પશ્ચિમ કાંઠા પ્રદેશ આપ્યો હતો. અને તેમના બીજા કુળભાઈઓને તે વિસ્તારનું મધ્યક્ષેત્ર મળ્યું.

Cross references

નિર્ગમન 39:43

પછી મૂસાએ બધું જ તપાસી લીધું અને યહોવાએ જણાવ્યા મુજબ બનાવ્યુ છે એની ખાતરી કરી લીધી અને પછી મૂસાએ તેમને આશીર્વાદ આપ્યા.

ગણના 32:33

આથી મૂસાએ ગાદના અને રૂબેનના વંશજોને તથા યૂસફના પુત્ર મનાશ્શાના અર્ધકુળસમૂહને અમોરીઓના રાજા સીહોનનું રાજ્ય અને બાશાનના રાજા ઓગનું રાજ્ય, એ સમગ્ર પ્રદેશ અને તેમાંના શહેરો તથા આજુબાજુની જમીન બધું આપી દીધું.

યહોશુઆ 13:29

મૂસાએ મનાશ્શાના અર્ધા કુળસમૂહને તેમની ટોળીઓ પ્રમાંણે જમીન આપી હતી. મનાશ્શા કુળસમૂહના અડધા કુટુંબોને આ પ્રદેશ મળ્યો હતો.

યહોશુઆ 17:1

મનાશ્શા યૂસફનો જ્યેષ્ઠ પુત્ર હતો તેથી તેના કુળસમૂહને પણ પ્રદેશનો ભાગ આપવામાં આવ્યો હતો. ગિલયાદનો પિતા માંખીર મનાશ્શાનો જ્યેષ્ઠ પુત્ર હતો જે યોદ્ધો હતો. તેથી ગિલયાદ અને બાશાનના પ્રાંતો તેને ફાળવવામાં આવ્યા હતા.

યહોશુઆ 17:5

આમ મનાશ્શાના કુળસમુહને ભાગે યર્દન નદીને સામે કાંઠે આવેલાં ગિલયાદ અને બાશાનની ભૂમિ ઉપરાંત ભૂમિના દશ ભાગ મળ્યા.

યહોશુઆ 17:6

જ્યારે, મનાશ્શાની દીકરીઓને પણ પુરુષ વંશજોની સાથે ભૂમિ મળી હતી. ગિલયાદની ભૂમિ મનાશ્શાના બાકીના કુટુંબોને આપવામાં આવી હતી.

Interlinear

Choose Theme