અમે એમ વિયાર્યુ કે જો કદી તેઓ એવું કહે તો અમે એમ કહી શકીએ કે, ‘અમાંરા પૂર્વજોએ યહોવાની વેદીના જેવી જ આ વેદી બનાવી છે તે જુઓ, એ કંઈ યજ્ઞો ચડાવવા માંટે નથી, પણ તમાંરી અને અમાંરી વચ્ચે એક સાક્ષીરૂપ બની રહે એટલા માંટે છે.’
Cross references
લાબાને યાકૂબને કહ્યું, “આ ખડકોનો ઢગલો આપણને આપણા કરારનું સ્મરણ કરવા મદદ કરશે.” એટલા માંટે યાકૂબે તે જગ્યાનું નામ ગાલએદ રાખ્યું.
તેં પર્વત પર જોયેલા નમૂના પ્રમાંણે આ બધું બનાવવાની કાળજી રાખજે.
પછી યહોશુઆએ લોકોને ઉદેશીને કહ્યું, “આ પથ્થર આપણો સાક્ષી છે, યહોવાએ આપણને જે કંઈ કહ્યું છે તે બધું તેણે સાંભળ્યુ છે. તમે જો તમાંરા યહોવા દેવનો વિરોધ કરશો, તે એ તમાંરી વિરુદ્ધ સાક્ષી પૂરશે.”
રાજા આહાઝ જયારે આશ્શૂરના રાજા તિગ્લાથ પિલેસેરને મળવા દમસ્ક ગયો ત્યારે તેણે દમસ્કની વેદી જોઈ, પછી તેણે એ વેદીનાં બધાં માપ સાથેની આકૃતિ યાજક ઊરિયાને મોકલી.
તે દિવસે મિસર દેશમાં યહોવાની એક યજ્ઞવેદી હશે અને મિસરની સરહદે યહોવાના એક સ્તંભ હશે.
“હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલીઓને આ મંદિર બતાવ જેથી તેઓ એના નકશાનો અભ્યાસ કરે, અને પોતાનાં પાપી કૃત્યો માટે શરમાય,
પ્રમુખ યાજક તરીકે તેઓ જે સેવા કાર્ય કરે છે તે તો માત્ર આકાશમાંની વસ્તુઓની પ્રતિછાયા છે, મૂસાએ જ્યારે મંડપ બનાવવાની તૈયારી બતાવી ત્યારે દેવે તેને જણાવ્યું:“પર્વત પર તેં જે મંડપ જોયો છે તે પ્રમાણે જ તું પૃથ્વી પર મંડપની રચના કર.”