યહોશુઆ 22:16 · ગુજરાતી બાઇબલ
“યહોવાની આખી સભા તમને પુછે છે, ‘તમે શા માંટે આ પાપ કર્યુ?’ તમે બધાએ આ વેદી પૂજા માંટે બનાવીને ઇસ્રાએલના દેવ યહોવા વિરુદ્ધ બંડ કર્યું છે.
Cross references
લેવીય 17:8
“જો કોઈ ઇસ્રાએલી અથવા ઇસ્રાએલીઓ વચ્ચે રહેતો વિદેશી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાને ધરાવ્યા વગર દહનાર્પણ કે બીજો કોઈ યજ્ઞ ચઢાવે,
ગણના 32:15
કારણ, જો તમે અત્યારે આ પ્રમાંણે દેવથી વિમુખ થશો તો તે આ બધા લોકોને રણમાં રઝળતાં છોડી દેશે અને તમે તેમના વિનાશનું નિમિત્ત બનશો.”
પુનર્નિયમ 12:11
તે સમયે તમાંરા દેવ યહોવા તેમની પોતાની સેવા માંટે એક જગ્યાની પસંદગી કરશે ત્યાં હું આજ્ઞા કરું છું તે બધું તમાંરે લાવવું; તમાંરી ઊપજનો દશમો ભાગ,યજ્ઞો તેમજ તમાંરાં બધાં દહનાર્પણ તથા અન્ય અર્પણો તે જ જગ્યાએ ચડાવવાં. બાધા તરીકે ચઢાવવાની ખાસ ભેટો તમાંરે સાથે લાવવી.
પુનર્નિયમ 12:13
ધ્યાન રાખજો, તમાંરે દહનાર્પણો ગમે તે જગ્યાએ અર્પણ કરવાના નથી.