યહોશુઆ 2:22 · ગુજરાતી બાઇબલ
પેલા માંણસો પહાડોમાં છુપાઈને ત્રણ દિવસ સુધી ત્યાં રહ્યા. એમનો પીછો પકડનારાઓ આખા દેશમાં એમને શોધી શોધીને થાક્યા અને અંતે પાછા ફર્યા.
Cross references
1 શમુએલ 19:10
અને શાઉલે દાઉદને પોતાના ભાલા વડે ભીંત સૅંથે જડી દેવાનો પ્રયત્ન કર્યો; પણ દાઉદે ઘા ચુકાવ્યો અને શાઉલનો ભાલો ભીંતમાં પેસી ગયો; એ રાત્રે દાઉદ ત્યાંથી ભાગી ગયો.
2 શમએલ 17:20
આબ્શાલોમના અમલદારોએ ઘેર આવીને તે સ્ત્રીને પૂછયું, “અહીમાંઆસ અને યોનાથાન કયાં છે?”તે સ્ત્રીએ કહ્યુ. “તેઓ તો નદી ઓળંગીને ચાલ્યા ગયા છે.”તે માંણસોએ તેમની શોધ કરી પણ સફળતા મળી નહિ, એટલે તેઓ યરૂશાલેમ પાછા ફર્યા.
ગીતશાસ્ત્ર 32:6
તેથી જ્યારે દેવનાં અનુયાયીઓને તેમનાં પાપનું ભાન થાય, ત્યારે તેઓ પ્રાર્થના કરીને તેમનાં પાપની કબૂલાત કરશે. અને જો પ્રચંડ પૂરની જેમ મુશ્કેલીઓ આવશે તો પણ તે તેઓ સુધી પહોંચી શકશે નહિ.