પછી યાનોઆહ નીચે ઊતરીને આટારોથ અને નાઅરાહ જતી હતી. ત્યાંથી યરીખો જઈ યર્દન આગળ પૂરી થતી હતી.
Cross references
અબારીમ પર્વતથી નીકળીને અંતે તેઓએ યરીખોની સામે યર્દન નદીના કાંઠે મોઆબના મેદાનોમાં મુકામ કર્યો.
પાણી બંધની જેમ પાછળ એકઠું થયું, છેક ઉદ્દગમ સ્થાન આદામ, સારેથાન પાસેનાં શહરે તરફ અને ખારા સમુદ્ર તરફ વહેતાં રોકી દેવાયા હતાં. પછી લોકોએ યરીખો નજીક યર્દન નદી ઓળંગી.
યરીખોનગરના કરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા, કારણ કે તેના લોકો ઇસ્રાએલીઓથી ભયભીત થયેલા હતા. કોઈ અંદર કે બહાર આવ-જા કરનું નહિ.
તે સમયે યહોશુઆએ તેઓને એવા શપથ ખવડાવ્યા કે: “જે કોઈ ઊઠીને આ યરીખો શહેરને ફરી બાંધવા માંટે પ્રયત્ન કરશે તે યહોવાની આગળ શાપિત થાઓ. જે કોઈ શહેરનો પાયો નાખશે તે એનો વડો પુત્ર ગુમાંવશે. અને જે કોઈ એના દરવાજા ઊભા કરશે તેનો સૌથી નાનો પુત્ર ગુમાંવશે.”
તેઓનાં વતન તથા તેઓનાં રહેઠાણ બેથેલ તથા તેના કસબાઓ હતઁા, ને પૂર્વ તરફ નાઅરાન, પશ્ચિમ તરફ ગેઝેર તથા તેના કસબાઓ; વળી શખેમને તેના કસબાઓ અને અઝઝાહ તથા તેના કસબાઓ સુધી હતા;