Home Bibles યહોશુઆ 15:8 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 15:8 · ગુજરાતી બાઇબલ

પછી સરહદ યબૂસીઓ એટલે કે યરૂશાલેમના ઢાળની દક્ષિણથી બેન હિન્નોમની ખીણ સુધી જાય છે, પછી એ પર્વતના શિખર તરફ વળે છે, જે રફાઈમની ખીણના ઉત્તર છેડા પર, હિન્નોમ ખીણની પશ્ચિમે આવેલો છે.

Cross references

યહોશુઆ 15:63

પણ યહૂદાના લોકો યરૂશાલેમમાંથી યબૂસીઓને હાંકી કાઢી શક્યા નહી, તેથી યબૂસીઓ યહૂદાના લોકોની સાથે આજ સુધી યરૂશાલેમમાં રહે છે.

યહોશુઆ 18:16

પછી સરહદ હિન્નોમની ખીણની સામે આવેલ પર્વતની તળેટી સુધી જાય છે કે રેફ્રાઈમની ખીણની ઉત્તરે છે, અને હિન્નોમ ખીણથી યબૂસી ઢોળાવ સુધી જઈ અને તે એન-રોગેલ સુધી જાય છે.

યહોશુઆ 18:28

સેલાહ, એલેફ, યબૂસીશહેર (યરૂશાલેમ) ગિબયાથ, અને કિર્યાથ, બધા મળી 14શહેરો અને તેમના ખેતરો હતા, બિન્યામીનનાં કુટુંબને આ બધા ક્ષેત્રો તેમના ભાગ તરીકે મળ્યા.

ન્યાયાધીશો 1:8

યહૂદાના લોકોએ યરૂશાલેમ ઉપર આક્રમણ કરીને તેને કબજે કર્યુ. તે લોકોએ ત્યાંના વતનીઓનો પોતાની તરવારો દ્વારા સંહાર કર્યો અને નગરને આગ ચાંપી.

ન્યાયાધીશો 1:21

પરંતુ બિન્યામીનના કુળસમૂહના લોકો યરૂશાલેમમાં વસતા યબૂસીઓને હાંકી કાઢવામાં નિષ્ફળ ગયા, તેથી આજે પણયબૂસીઓ બિન્યામીનનાં વંશજો સાથે યરૂશાલેમમાં વસે છે.

ન્યાયાધીશો 19:10

પરંતુ આ વખતે એ માંણસે સાંભળ્યું નહિ, તે રાત રોકાવા કબૂલ થયો નહિ અને જવા માંટે તૈયાર થયો, તેણે પોતાનાં બે લાદેલાં ગધેડાં અને પત્ની સાથે યબૂસ અર્થાત યરૂશાલમની નજીક પહોંચ્યા સુધી મુસાફરી કરી.

2 શમએલ 5:18

પલિસ્તીઓ આવી પહોંચ્યા અને રફાઈમની ખીણમાં ફેલાઈ ગયા.

2 શમએલ 5:22

પલિસ્તીઓએ ફરીવાર હુમલો કરીને રફાઈમની ખીણ કબજે કરી ત્યાં છાવણી નાખી.

2 રાજઓ 23:10

હવે પછી કોઈ પણ વ્યકિત પોતાના પુત્ર કે પુત્રીને મારી નાખીને તેનું બલિદાન તરીકે અર્પણ ન કરી શકે, કારણકે રાજાએ બેન-હિન્નોમની ખીણમાં આવેલી તોફેથની વેદીને પણ તોડી પાડી હતી.

2 કાળવ્રત્તાંત 28:3

તેણે બેનહિન્નોમની ખીણમાં ધૂપ બાળવા શરુ કર્યા. અને ઇસ્રાએલીઓના પ્રવેશ પહેલાં યહોવાએ જે પ્રજાઓને હાંકી કાઢી હતી, તેમના ઘૃણાજનક રિવાજોને અનુસરીને પોતાના પુત્રોને પણ બલી તરીકે અગ્નિમાં હોમી દીધા.

નહેમ્યા 11:30

ઝાનોઆહમાં, અદુલ્લામ અને તેઓનાઁ ગામમાં. લાખીશ અને તેનાઁ ખેતરોમાં, અઝેકાહ તથા તેનાઁ ગામમાં. આમ લોકોએ બેર-શેબાથી હિન્નોમની ખીણ સુધી છાવણી દરેક ઠેકાણે નાખી.

યશાયા 17:5

એ લણીને અનાજ ભેગું કરી લીધેલાં ખાલી ખેતર જેવું, થઇ જશે. તે રફાઇમની ખીણમાંના અનાજના ડૂંડા લણી લીધેલા કોઇ ખેતર જેવું થઈ જશે.

ચર્મિયા 7:31

તેમણે પોતાનાં પુત્રપુત્રીઓને હોમવા બેન-હિન્નોમની ખીણમાં તોફેથ નામનો યજ્ઞકુંડ બાંધ્યો છે. મેં એવી આજ્ઞા કરી જ નથી, એવો વિચાર સુદ્ધાં મારા મનમાં કદી આવ્યો નથી.”

ચર્મિયા 19:2

નગરનાં પૂર્વ દરવાજાએથી તેઓને બેન-હિન્નોમની ખીણમાં લઇ જા, અને હું તને જે વચનો આપું તે તું ત્યાં તેઓને કહી સંભળાવ.

ચર્મિયા 19:6

યહોવા કહે છે, “‘એવો દિવસ આવશે જ્યારે આ ખીણ ‘તોફેથ’ અથવા ‘બેન-હિન્નોમ’ થી ઓળખાશે નહિ પરંતુ તેઓ તેને કતલની ખીણ કહેશે.

ચર્મિયા 19:14

યહોવાએ દેવી વાણી ભાખવા યમિર્યાને તોફેથ મોકલ્યો હતો, ત્યાંથી પાછા ફર્યા બાદ તે યહોવાના મંદિરના ચોકમાં ઊભો રહ્યો અને બધા લોકોને ઉદ્દેશીને બોલ્યો,

Interlinear

Choose Theme