Home Bibles યહોશુઆ 13:9 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 13:9 · ગુજરાતી બાઇબલ

તેણે આ ભૂમિ આર્નોન ખીણની ધારે આવેલ અરોએરથી અને શહેર કે જે ખીણની વચ્ચે છે અને દીબોનથી મેદબા સુધીનો સમગ્ર સપાટ પ્રદેશ કબ્જે કર્યા હતાં.

Cross references

ગણના 21:30

અને હવે કર્યો છે એના ઉપર આપણે હલ્લો, હેશ્બોન, દીબોન, નોફાહ, ને મેદબાનો થયો વિનાશ!”

પુનર્નિયમ 3:12

“આપણે જે ભૂમિ કબજે કરી હતી, તે મેં રૂબેન અને ગાદના વંશજોને આપી: અરોએરનો આનોર્ન નદીના કાંઠા પરનો પ્રદેશ તથા ગિલયાદના પર્વતીય પ્રદેશનો અડધો ભાગ તેના નગરો સહિત.

પુનર્નિયમ 3:16

અને રૂબેનના અને ગાદના વંશજોને મેં ગિલયાદથી માંડીને આનોર્નના કોતર સુધીનો પ્રદેશ આપ્યો હતો. કોતરનો મધ્ય ભાગ તે તેની દક્ષિણ સરહદ હતી અને આમ્મોનીઓની સરહદે આવેલી યાબ્બોક નદીએ એની ઉત્તર સરહદ હતી.

યહોશુઆ 12:2

હેશ્બોનવાસી અમોરીઓના રાજા સીહોન પાસે આર્નોનની ધારે આવેલા અરોએર અને ખીણનો મધ્યવર્તી પ્રદેશ, અને અર્ધા ગિલયાદ થી છેક આમ્મોનની સરહદ યાબ્બોક નદી સુધીનો પ્રદેશ હતો.

યહોશુઆ 13:16

તેઓને પ્રાપ્ત થયેલો અરોએરનો પ્રદેશ જે અર્નોની ખાડીની ધારે આવેલો છે, અને નગર જે ખીણની મધ્યમાં આવેલું છે, અને મેદબાનો સમગ્ર સપાટ પ્રદેશ.

1 કાળવ્રત્તાંત 19:7

તેણે 32,000 રથો ભાડે રાખ્યા અને માઅખાહના રાજા તથા તેના સમસ્ત સૈન્યનો પગાર ચૂકવી આપવા ગોઠવણ કરી. આ સર્વ સૈન્યે મેદૃબા આગળ છાવણી નાખી. જે આમ્મોનીઓ પોતપોતાના શહેરમાંથી ભેગા થયા હતા તેઓ ત્યાં તેમની સાથે જોડાયા.

યશાયા 15:2

દીબોનના લોકો પર્વત પર અને ઉચ્ચસ્થાનકે રડવાને જાય છે. મોઆબના લોકો નબો અને મેદબા પર મોઆબ આક્રંદ કરે છે. બધા જ માણસોએ શોકને લીધે માથું મૂંડાવી નાખ્યું છે, અને દાઢી બોડાવી નાખી છે;

ચર્મિયા 48:18

હે દીબોનના લોકો, તમારા સન્માનજનક સ્થાન ઉપરથી નીચે ઊતરો અને ભોંય પર ધૂળમાં બેસો. કારણ કે મોઆબનો વિનાશ કરનાર આવી પહોંચ્યો છે. અને તેણે તમારા કિલ્લાઓનો નાશ કર્યો છે.

ચર્મિયા 48:22

દીબોન, નબો, બેથ દિબ્લાથાઇમ છે.

Interlinear

Choose Theme