Home Bibles યહોશુઆ 10:8 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 10:8 · ગુજરાતી બાઇબલ

પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “એ લોકોથી ડરતો નહિં. હું તમને, તેઓને હરાવવા દઈશ અને તેમનામાંનો કોઈપણ તમને હરાવી શકશે નહિ.”

Cross references

પુનર્નિયમ 3:2

પરંતુ યહોવાએ મને કહ્યું, ‘એનાથી તું ડરતો ના, કારણ કે, મેં તેને એની આખી સેના અને તેના પ્રદેશ સાથે તારા હાથમાં સોંપી દીધો છે. મેં જે હાલ હેશ્બોનના રહેતા આમ્મોનીઓના રાજા સીહોનના કર્યા તેવા જ હાલ તું એના કર.’

પુનર્નિયમ 20:1

“જયારે તમે યુદ્ધમાં જાઓ અને તમાંરા દુશ્મનો સામે યુદ્ધે ચઢો અને તમાંરા કરતાં મોટી સંખ્યામાં રથો, ઘોડાઓ અને સેના જુઓ તો ગભરાઇ જશો નહિ, કારણ કે, તમને મિસરમાંથી બહાર લાવનાર તમાંરા દેવ યહોવા તમાંરી સાથે રહેશે.

યહોશુઆ 1:5

તું જ્યાં સુધી જીવતો રહીશ ત્યાં સુધી કોઈ તને રોકી શકશે નહિ. હું જેમ મૂસાની સાથે રહેતો હતો. તે જ પ્રમાંણે તારી સાથે પણ હું રહીશ.

યહોશુઆ 1:9

મેં તને બળવાન અને હિમ્મતવાન થવા આજ્ઞા કરી હતી. તેથી ભયભીત કે નાહિંમ્મત થઈશ નહિ કારણ હું તારો દેવ યહોવા છું. યહોશુઆ જ્યાં ક્યાંય તું જાય છે ત્યાં તારો દેવ, હું તારી સાથે છું.

યહોશુઆ 8:1

યહોવાએ યહોશુઆને કહ્યું, “ભયભીત કે નાહિમ્મત થઈશ નહિ, સમગ્ર સેના સાથે તું આયનગર ઉપર ચઢાઈ કર. મેં આયનગરના રાજાને, તેની પ્રજાને, તેના શહેરને અને તેના પ્રદેશને તને સોંપી દીધાં છે.

યહોશુઆ 11:6

પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “એ સૈન્યથી ગભરાઈશ નહિં. હું તમને તેઓને હરાવવા દઈશ. કાલ આ સમય સુધીમાં, તમે તે બધાને માંરી નાખ્યા હશે. તમે ઘોડાઓના પગો કાપશો અને તેઓના બધાં રથો બાળશો.”

ન્યાયાધીશો 4:14

ત્યારે બારાકને દબોરાહએ કહ્યું, “જલદી ઉભો થા! યહોવાએ આજે સીસરાને તારા હાથમાં સોંપી દીધો છે. અત્યારે પણ યહોવા તારા માંટે લડે છે.” આથી બારાક 10,000નું સૈન્ય લઈને દુશ્મનો પર હુમલો કરવા તાબોર પર્વતના ઢોળાવો પરથી નીચે ધસી આવ્યો.

ન્યાયાધીશો 6:16

ત્યારે યહોવાએ કહ્યું, “હું તારી મદદમાં રહીશ અને તું મિદ્યાનીઓને તેઓ જાણે એક જ માંણસ હોય તેમ કચડી શકીશ.”

1 શમુએલ 17:47

અહીં ભેગા થયેલા સૌ કોઈ જાણે કે, યહોવાને રક્ષણ કરવા માંટે નથી જરૂર તરવારની કે નથી જરૂર ભાલાની; યુદ્ધમાં વિજય યહોવાનો છે અને તે તમને અમાંરા હાથમાં સોંપી દેશે.”

1 રાજઓ 20:13

એટલામાં પ્રબોધકોમાંનો એક ઇસ્રાએલના રાજા આહાબની પાસે આવ્યો અને બોલ્યો, “આ યહોવાની વાણી છે; ‘તેં આ મોટી સેના જોઈ? આજે હું તમને તેઓ પર જીત અપાવીશ, અંતમાં તને ખબર પડશે કે, હું યહોવા છું.”‘

ગીતશાસ્ત્ર 27:1

યહોવા મારું તારણ અને પ્રકાશ છે; શા માટે મારે કોઇથીય ડરવું? યહોવા, મારા જીવનનું સાર્મથ્ય છે, શા માટે મારે કોઇનાથી ડરવું?

યશાયા 41:10

તું ગભરાઇશ નહિ, કારણ કે હું તારી સાથે જ છું. તું નાહિંમત થઇશ નહિ, હું તારો દેવ છું, હું તને બળ આપીશ, તને મદદ કરીશ; હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ.

રોમનોને પત્ર 8:31

તો હવે આ વિષે આપણે શું કહીશું? જો દેવ આપણી સાથે છે તો આપણને કોઈ પણ વ્યક્તિ હરાવી શકશે નહિ.

Interlinear

Choose Theme