Home Bibles યહોશુઆ 1:16 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 1:16 · ગુજરાતી બાઇબલ

તે લોકોએ યહોશુઆને ઉત્તરમાં જણાવ્યું, “તમે જે આજ્ઞા અમને આપી છે તે અમે પાળીશું અને તમે જયાં મોકલશો ત્યાં જઈશું.”

Cross references

ગણના 32:25

ગાદ અને રૂબેનના કુળસમૂહોએ મૂસાને કહ્યું, “ધણી, અમે આપના સેવકો આપ કહેશો તેમ કરીશું, અને તમાંરી સૂચનાઓ અક્ષઃરશ પાળીશું.

ગણના 32:31

ગાદના અને રૂબેનના લોકોએ કહ્યું, “ધણી, અમે યહોવાએ જણાવ્યા મુજબ કરીશું.

પુનર્નિયમ 5:27

તમે જ તેમની પાસે જાઓ અને આપણાં દેવ યહોવા જે કહે તે સાંભળો, અને તેણે તમને જે કહ્યું હોય તે અમને જણાવો. અમે તે સાંભળીશું અને તેનું પાલન અવશ્ય કરીશું.’

પુનર્નિયમ 34:9

નૂનનો પુત્ર યહોશુઆ જ્ઞાનના આત્માંથી ભરપૂર હતો, કારણ કે મૂસાએ તેના મસ્તક પર પોતાનો હાથ મૂકયો હતો, તેથી ઇસ્રાએલી લોકો યહોશુઆને આધિન રહેતા અને યહોવાએ મૂસા દ્વારા આપેલી આજ્ઞાઓ પાળતા હતા.

એઝરા 10:4

ઊઠો, આ કામ તમારું છે. અમે તમને ટેકો આપીશું. હિંમત રાખો અને કામ પાર ઉતારો.”

રોમનોને પત્ર 13:1

દરેક માણસે મુખ્ય અધિકારીઓના હુકમનું પાલન કરવું જ જોઈએ. જે અધિકારી છે તેઓને દેવ દ્વારા એ સત્તા આપવામાં આવી છે. અને અત્યારે જે લોકો શાસન કરી રહ્યા છે, તેમને પણ દેવ દ્વારા એ સત્તા આપવામાં આવી છે.

તિતસનં પત્ર 3:1

તું લોકોને કહે કે તેઓ હંમેશા આ બાબતો યાદ રાખે: રાજસત્તાને અને અધિકારીઓની સત્તા હેઠળ રહેવું; એ અધિકારીઓની આજ્ઞા પાળવી અને દરેક સારી વસ્તુ કરવા તત્પર રહેવું;

1 પિતરનો પત્ર 2:13

આ દુનિયામા જેઓની પાસે સત્તા છે તે લોકોને આજ્ઞાંકિંત બનો. પ્રભુ માટે આમ કરો. રાજા કે જે સર્વોપરી છે તેને આજ્ઞાંકિંત બનો.

Interlinear

Choose Theme