“યાદ કરો, યહોવાના સેવક મૂસાએ તમને શું કહ્યું હતું, તેણે કહ્યું કે તમાંરા દેવ યહોવા તમને આરામ આપશે. તે તમને આ દેશ આપશે.
Cross references
એટલે મૂસાએ કહ્યું, “ઠીક, તો તમે જે કહ્યું છે તે પ્રમાંણે કરો અને યહોવાના યુદ્ધ માંટે પોતાને સજજ કરો.
અને યહોવા પોતાના શત્રુઓને તે દેશમાંથી હાંકી કાઢે ત્યાં સુધી તમાંરી સેનાની ટુકડીઓને યર્દન નદીને પાર રાખો અને ત્યાં રહો.
તેથી મૂસાએ યાજક એલઆઝાર, યહોશુઆ અને ઇસ્રાએલના કુળસમૂહના આગેવાનોને કહ્યું,
“એ વખતે મેં રૂબેન અને ગાદના કુળસમૂહોને અને મનાશ્શાના અર્ધકુળને આજ્ઞા કરી હતી કે; ‘તમાંરા દેવ યહોવાએ આ ભૂમિ તમાંરા કબજામાં સોંપી છે. દેવે તમને તમાંરો ભાગ આપ્યો છે. તમાંરા બધા યોદ્ધાઓએ હથિયાર ધારણ કરીને ઇસ્રાએલના બીજા કુળસમૂહોને દોરવીને યર્દન નદીને પેલે પારના પ્રદેશ તરફ આગળ વધવું જે પ્રદેશ દેવે તેમને આપવાનું વચન આપ્યું હતું.
પછી યહોશુઆએ રૂબેન, ગાદ અને મનાશ્શાના અર્ધા કુળસમૂહના લોકોને બોલાવ્યા,
અને તેણે તેઓને કહ્યું, “યહોવાના સેવક મૂસાએ તમને જે આજ્ઞાઓ કરી હતી તે બધી જ તમે પાળી છે અને માંરા તમાંમ આદેશોનું પણ તમે પાલન કર્યું છે.